________________
તા. ૧૦-૮-૧૯૬૫ ]
જન ડાયજેસ્ટ
[ ૧૩૯
અલયકુમારે તેના મિત્રને એક બેનમૂન સેટ મેાકલી. ભેટ હતી : વિતરાગની પ્રતિમા ઃ મિત્ર હતા ઃ આદ્રકુમાર.
આદ્રકુમારે પ્રતિમા જોઈ. ભવોભવનાં પડદાં ચીરાઈ ગયા. પેાતાની સારીય ભવલીલા નગ્ન અનીને ઊભી રહી ગઈ. અને આદ્રકુમારે સંસારના વાંઘા ફાડી ચારિત્ર્યના ચીર એઢી લીધા. ઉજમણાના આ છેડ પણ જગતને એક એવી જ
ભેટ છે.
ઉજમણું એટલે જ્ઞાન-દર્શન અને ચારિત્ર્યનું જાહેર પ્રદર્શીન. એકત્રીસ છેાડનું આ ભવ્ય ઉજમણું શું આજના કઈ આદ્રકુમારને પેદા કરશે ખરું' ?