________________
રાજુલ અને રથનેમિ
Σ ««ΣΩΣ Σ Σ ΟΣΣΟΣ» ΚΙΣΣΟΣ «Σα
રથનેમિ તે નેમિનાથ પ્રભુને અનુજ બંધુ; રાજુલ તે ઉગ્રસેનની પુત્રી રામતી–તેને પરણવા જતાં નેમિનાથે ત્યાં ભોજન માટે વધ કરવા રાખેલાં પ્રાણીઓનો કસણ સ્વર સાંભળી ત્યાં જઈ તે સર્વને છેડાવી પોતાને રથ પાછો ફેરવ્યો ને વૈરાગ્ય થતાં દીક્ષા લીધા પછી અવિવાહિત રહેલ રાજીમતી પાસે રથનેમિએ આવી પિતાને પરણવા એકાંતમાં માંગણી કરી, એટલે રાજીમતીએ ધણે બાધ આ પણ તે ન સમજ્યો. બીજી વખત તે આવતાં રાજીમતીએ સુવર્ણના થાળમાં પીધેલું દૂધ વમન કરી બતાવ્યું કે વમન કરેલું પાછું પીવા નથી તેમ નેમિનાથે પિતાને વમન કરી દીધેલી તે ઉપભોગ કરવા યોગ્ય હેઈજ ન શકે. રથનેમિ ચાલી ગયો. પછી રાજુલ અને રથનેમિએ અનુક્રમે નેમિનાથજી પાસે દીક્ષા લીધી.
ગિરનાર પર એક વખત વૃષ્ટિ થઈ, અંધકાર છવાઈ રહ્યો. રથનેમિ એક ગુફામાં પઠા. રામતી સાવી પ્રભુને વાંદી આવતાં તે પણ વૃષ્ટિને લીધે અકસ્માત તેજ ગુફામાં જઈ પિતાનાં ભીનાં વ સુકવવાને માટે કાઢી નાખ્યાં. રથનેમિ ભારેલા અગ્નિ માફક આ નેઈ કામાતુર થતાં રામતી પાસે જણાવ્યું કે “મેં પૂર્વે પણ તારી પ્રાર્થના કરી હતી, તો હમણાં તે બેગને અવસર છે.” રાજીમતીએ શરીર તરત જ ઢાંકી જણાવ્યું ‘આ અનુચિત છે, તમે સર્વજ્ઞતા અનુજ બંધુ ને શિષ્ય છતાં ઉભય લેકને વિરોધ કરનારી કૂડી મતિ કેમ થાય છે? હું સર્વજ્ઞની શિષ્યા. તમારી મારી સાથે આવી વાંછના તે તમને ભવસાગરમાં પાડનારી થશે. મુનિ અને સાધ્વીનું શીલભંગ તે બેધિને નાશ કરનાર છે. અગંધન કુળના સર્વ અગ્નિમાં પેસે પણ વમન કરેલું પાછું ખાય નહિ. વમન કરેલ પાછું ખાવાની ઈરછા કરનાર તું કામીના મનુષ્યત્વને ધિક્કાર છે. તે કરતાં મરણ સારું છે. આ પ્રમાણે રમતીએ પ્રતિબંધિત કરેલા રથનેમિ વારંવાર પશ્ચાત્તાપ કરતા સર્વ પ્રકારે ભોગની ઈછા તજી દઇને તીવ્રપણે વત પાળવા લાગ્યા. અને ત્યાંથી તરતજ નેમિપ્રભુ પાસે આવી પિતાના સર્વ દુશ્વરિત્રની આલેચના કરીને વિશુદ્ધ બુદ્ધિવાળા રથનેમિ મુનિએ એક વર્ષ પર્યત છવસ્થપણામાં રહીને છેવટ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું.
[[ત્રિ, શ. પુ. ચ. પવન ૮ મું પૃ. ૧૯ર અને ર૧૨]
-- આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ