SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સંક૯૫ની દઢતા - Rs.12 C D DAR >> – આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ D L$ સાંકેતપુર નામના એક નગરમાં ચંદ્રાવત સક નામનો રાજા રાજ્ય કરતા હતા. તે અતિ ધર્મપરાયણ અને દઢ સંકલ્પવાળા હતા. એક વખત તે રાજ રાત્રે સામાયિક લઈને બેઠો હતે. તેણે દૂર રહેલા દીપકને જોયા. એથી તેણે અભિમહ કર્યો. ત્યાંસુધી આ દીપક બળે ત્યાં સુધી હું સામાયિકમાં રહીશ” દીપકમાં લગભગ એક પ્રહર બળે તેટલું તેલ હતું. હવે એ જ સમયે ત્યાં રાજાની દામી આવી ચઢી. તેણે જોયું કે રાજા સામાયિકમાં બેઠા છે અને દીપકમાંનું તેલ પુરું થવા આવ્યું છે. આથી તેણે વિચાર્યું કે જે દીપક ઓલવાઈ જશે તે રાજાના ધર્મધ્યાનમાં બાધ આવશે આથી રાજને ધર્મધ્યાનમાં બાધ ન આવે તે હેતુથી તેણે દીપકને બળાતે રાખવાનું વિચારી તેમાં વિશેષ તેલ પૂર્યું અને એજ પ્રમાણે થોડી થોડી વારે છેક સવાર સુધી તેલ પૂરવાનું ચાલુ જ રાખ્યું. કારણ કે દાસીને છે રાજાના અભિગ્રહ-દઢ સંક૯પની ખબર ન હતી અને તેલ પૂરવામાં તેને આશય પણ શુભ હતો. પરંતુ, રાજાનું શરીર આ અતિ લાબે પરિશ્રમ સહેવાને સમર્થ ન હોવાથી તૂટવા લાગ્યું. છતાં પણ તેણે દાસીને ઈશારા માત્રથી પણ તેલ પુરવાની ના કહી નહીં, અને પોતાને દઢ સંકલ્પ પણ છોડયો નહીં. પરિણામ એ આવ્યું કે સવાર થતાં જ રાજાનું અવસાન થયું. પરંતુ પોતે જે શુભ કર્મબંધન કર્યું હતું અને પિતાના દઢસંક૯પને કારણે પિતાના વ્રતમાં જે સ્થિરતા રાખી હતી તેને પરિણામે તેણે પોતાના સર્વ અશુભ કર્મોને ક્ષય કર્યો અને તેઓ શુભ ગતિમાં ગયા. આજે પણ દઢ સંકલ્પ કરનારાઓમાં ચંદ્રાવત સક રાજાનું નામ અગ્રસ્થાને આવે છે. $ $ : _ - રઈશ
SR No.522161
Book TitleBuddhiprabha 1964 12 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages76
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy