________________
ગુજરાતની અસ્મિતાનો પાયો નાંખનાર
જ્યોતિર્ધર. જે કેઈએ ગુજરાતને સંક૯પ જીવન વ્યક્તિ તરીકે કઃપવાનો પહેલો પ્રયત્ન કર્યો હોય તે તે ધંધુકાના મોઢ વાણિયાએ, ગુજરાતના સાહિત્ય સ્વામીઓના શિરોમણીએ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ. એમનું “કુમારપાળ ચરિત” પાટણની મહત્તાની ભાવનામાંથી ગુજરાતની અસિમતા પ્રગટાવવાનો પહેલે પ્રયત્ન. આ તિર્ધરના તેજે વસ્તુપાળ-તેજપાળના કાળમાં અનેક કવિઓએ પિતાની કૃતિઓ ઉજજવળ કરી...
–શ્રી કનૈયાલાલ મુનશી [ કરાંચી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકેના તેમના વ્યાખ્યાનમાંથી