________________
૮)
બુધપ્રભા [ તા. ૧૦-૧૧-૧૯૬૪ અને વાચકના એ આવકારે જ અમને આ જૈન ડાયજેસ્ટ શરૂ કરવાની શ્રદ્ધા બક્ષી છે.
ડાયજેસ્ટ પત્ર માટે એક એવી રૂઢ માન્યતા સાંભળવામાં આવે છે કે ડાયજેસ્ટ એટલે વિવિધ પત્રો તેમજ માસિકના ઉતારાઓને ખીચડે પરંતુ આ માન્યતા ભ્રામક છે.
ડાયજેસ્ટ એ મધુસંચય છે. જેમ માખીઓ ફલ પર બેસી ને ઇજ કર્યા વિના મધ ચૂંટી એક જગાએ ભેગું કરે છે તેમ ડાયજેસ્ટ પત્રના સંપાદક વિવિધ પત્રમાંથી સારું સારું ચૂંટીને ડાયજેસ્ટમાં પ્રગટ કરે છે. આમ ડાયજેસ્ટ વૈવિધ્ય સભર અને વૈવિધ્ય સાહિત્યથી વિપુલ બને છે.
બીજું આજના માનવીને એટલી બધી જ જળ છે કે તેને બધાજ પ્રકારના માસિક, તે વાંચવા ચાહે તે પણ તે નિરાંતે વાચી શકતો નથી. આથી આવા એક ડાયજેસ્ટમાં આવતા વિવિધ પત્રોના સુંદર સાહિત્યથી તેને બધાજ પત્રો વાંચ્યાને અંતેષ થાય છે, અને વિષય વૈવિધ્યતાને તેના શેખ પણ તેથી પુરો ચાય છે.
ઉપરાંત ડાયજેસ્ટમાં પત્રોમાંથી જ ઉદ્ધરણ કરવું એવી કઇ સીમા, નથી લેતી. લેખકની સંમતિથી તે તે લેખકોના પુરતમાંથી પણ ઉદ્ધરણ ડાયજેટમાં લેવામાં આવે છે. તેથી વાચકને વિવિધ પત્રો ઉપરાંત વિવિધ લેખકેના પુસ્તકે પણ વાંચવાના મળી રહે છે.
આમ હોવા છતાં ડાયજેસ્ટ પોતાની મૌલિકતા ગુમાવતું નથી. તેના પિતાના ધ્યેય અને ઘેરણ પ્રમાણે તે વિવિધ સ્તંભે, કાશે પણ આપે છે.
ડાયજેસ્ટ બહુધા એક જ હેતુ રાખતું હોય છે. તેના વાચકને બને તેટલું વધુ ને વધુ સારું. ઊંચું, પ્રેરણુંભર્યું અને કલ્યાણમય સાહિત્ય આપવું. - જૈન સમાજમાં આવું એક પણ ડાયજેસ્ટ નથી, અને તે હેવું જોઇએ, એ પ્રકારના અનુરોધ થોડા મહિના અગાઉ ભાવનગરથી નીકળતા જૈન સાપ્તાહિક પત્રમાં, હું ભૂલતે ન હોઉં તે શ્રી કસ્તૂમલ બાંડીયાએ કર્યો હતો. અને એ અનુરોધના જવાબમાં “જૈન” ને સામયિક રણમાં તેની નોંધ પણ લેવાઈ હતી. 2 આજ આ અંકથી અમે અખિલ જૈન સમાજની એ જૈન ડાયજેસ્ટની બેટ પૂરી પાડવાની પહેલ કરીએ છીએ.