________________
આભાર અને અભિવાદન બુદ્ધિપ્રભા છેલ્લા પાંચ વરસથી નિયમિત પ્રગટ થતું રહ્યું છે. જો કે તેની પ્રથમ શરૂઆત તે અધ્યાત્મ જ્ઞાન દિવાકર, રોગનિક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી હયાત હતા ત્યારે જ થઈ હતી. ત્યાર પછી પણ બે ત્રણ વખત “બુદ્ધિપ્રભા” ચાલ્યું અને બંધ પડયું. પાંચ વરસ સુધી એક ધાર્યું ચાલવાનો આ પ્રથમ જ ગાળે છે. તેને સઘળો સુયશ શ્રીમદ્જીના વિદ્વાન શિષ્ય રત્ન આ મ. શાંતમૂર્તિ શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. તેમજ તેમના શિષ્ય સમુદાયને ફાળે જાય છે.
છેલા એક વરસથી “બુદ્ધિપ્રભા” અમને પી દીધું છે. છતાં પણ તેની સમ્પ્રવૃત્તિ માટે તેઓ સૌને અમને હમેશ સહકાર અને આશીર્વાદ મળતા રહ્યા છે.
તાજેતરમાં જ જુનાડીસા બિરાજિત થયેલ આચાર્ય ભગવંત શ્રીમદ્દ કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. તથા મુનિરાજ લોકર્યા સાગરજી મ. સા. ની શુભ પ્રેરણાથી જુનાડીસાના શ્રી સંઘે “બુદ્ધિપ્રભા” ના વધુ પ્રચારાર્થે રૂા. ૨૫૧) ભેટ આપ્યા છે.
સમીના શ્રી ધર્મ ભક્તિ જન જ્ઞાન મંદિરે પણ પૂ. ૫. પ્ર. અનુગાચાર્ય શ્રી મહેદયસાગરજી મ. સા. તથા મુનિરાજ શ્રી અમરેન્દ્રસાગરજી મ. સા.ની શુભ પ્રેરણાને ઝીલીને રૂા. ૨૫૧)ની ઉદાર ભેટ આપી છે.
અને શ્રી ચાણસ્માના શ્રી જન સંઘે પણ રૂા. ૨૫૧)ની મંગળ