________________
સમાચના
સમાલોચનાની સમાલોચના. સુરેન્દ્રનગરથી નીકળતા “જનેય સાતાહિકના પાન નં. ૯૬ તા. ૪-૨-૬૪ના અંકમાં જૈનેય એક પ્રસ્થાન આગળ ભરે છે. એ વાંચી પ્રથમ નજરે આનંદ અનુભવ્યો. આજે જૈન સમાજ અનેક પ્રકાશને બહાર પાડે છે. એની સમાલોચના કોઈ જાહેરમાં કરે છે તે નિયમિતપણે પત્રમાં થતી રહે એ આનંદની વાત છે. જેનેય એ શરૂઆત કરે છે તે સમાચારથી આનંદ થયો.
પરંતુ જ્યારે એ જ વિભાગમાં પ્રગટ થયેલી વંદના ની સમાલોચના વાંચી ત્યારે મનમાં થયું કે શું આ સમાચના છે કે જે એવીજ સમાચના એ વિભાગમાં પ્રગટ થવાની હોય તે તે નકામા પાના જ ભરવા બરાબર થશે.
વકના ના સમાલોચક લખે છે – જૈન સમાજના ઉગતા શ્રદ્ધા સંપન યુવાન કવિ શ્રી બંસીલાલ શાહે પ્રસ્તુત પુસ્તિકામાં અનંત ઉપકારી તીર્થંકર ભગવંતના ગુણગાન ભાવવાહી શૈલીએ સુંદર સામગ્રીમાં પીરસ્યા છે. ૩૨ પાનાની આ લધુ પુસ્તિકામાં ગઝલ, દુહા, રાસ તથા તથા ચલચિત્રોના પ્રસિદ્ધિ રાગો પરથી સ્તવન સંગ્રહ સચિત્ર રૂપે ગુંથીને પ્રકટ કર્યા છે. મુખપૃષ્ઠ સુંદર ડીઝાઈનથી આકર્ષિત છે. એક વખત હાથમાં લેતા હૈયામાં વસી જાય તેવું રોચક પ્રકાશન છે.”
સાંપ્રત વિવેચન સાહિત્યને કોઈ પણ અભ્યાસી ઉપરોક્ત સમાલોચનાને સમાલોચના તરીકે નહિ સ્વીકારે. કોઈપણ પુસ્તકની સમાલોચનામાં એ પુસ્તકમાં કયા વિષય છે, તેમાં નવીનતા શું છે, સમાજને આપવા માટે એ પુસ્તકમાં શું છે, અગાઉ પ્રગટ થઇ ગયેલા તે જ વિષયના પુસ્તક કરતાં તે પુસ્તકમાં શું વૈવિધ્ય છે, અરે ! એ જ પુસ્તકના લેખકે અગાઉ લખેલા પુરતક કરતાં તેમાં કંઇ નવું પ્રરથાન છે કે નહિ, વિષયને અનુરૂપ ભાષા, કલ્પન કે અલંકાર છે કે નહિ, આ ને આવું બીજું ઘણું પુસ્તકની સમાલોચના વખતે ધ્યાન રાખવું જોઈએ. પ્રસ્તુત “વંદના ની સમાલોચના જે તેવી અભ્યસનીય બની હોત તે વાચકને તે “વના વધુ ઉપયોગી બની રહેત,
પણ કંઇ નહિ, ફરીના પ્રસંગે “જેનેાદય ના સમાચક સમાચના વખતે આ સમાલોચનાની સમાલોચના ધ્યાન રાખશે તે જરૂરથી જેને સમાલોચના વિભાગ સાર્થક બનશે.