________________
શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલીતાણા. શ્રી પર્વાધિરાજ પર્યુષણ પર્વના આત્મકલ્યાણના દિવસમાં
આ સંસ્થાને યાદ કરશે કે?' આ સંસ્થા શ્રી સિદ્ધાચલની પવિત્ર ભૂમિમાં ૪૧ વર્ષોથી આપણે સમાજની બહેનને ગણ્ય અને પ્રાંતીય ભેદભાવ વિના ખાનપાન અને રહેવાની સગવડ સાથે શિક્ષણ, સંસ્કાર આપવાનું કાર્ય બજાવી રહી છે તે આપ જાણે છે.
સંસ્થામાં અત્યારે એક ઊપરાંત વિધવા, ત્યકતા ને કુમારિકા બહેને શિક્ષણ સંસ્કાર લઇ રહી છે. દર વચ્ચે થોકબંધ દાખલ અરજીઓ આવે છે પણ અત્યારનું મકાન એટલું નાનું છે કે વધુ બહેનોને સ્થાન આપી શકાતું નથી જેથી સંખ્યાબંધ અરજી નામંજૂર કરતાં કાર્યકરોને દુઃખ થાય છે. આ મુશ્કેલી મટાડવા સંસ્થા એક વિશાળ અદ્યતન નવું મકાન રૂા. છ લાખના ખર્ચે બધુંવી રહેલ છે જેમાં જિનમંદિર વિગેરે બધી ગોઠવણ થશે.
સારાયે ભારત વર્ષમાં આપણે સમાજમાં સ્ત્રી શિક્ષણની ધાર્મિક શિક્ષણને મૂખ્ય રાખી સર્વાગી શિક્ષણ આપતી આવા પ્રકારની આ એક જ સંસ્થા છે જે સંસ્થા વિધવા બહેનોને વિસામો, ત્યકતા બહેની શીતળ છાંયડી અને કુમારિકા બહેનની શિક્ષણની સંસ્કારધામ સમી પૂરવાર થઈ ચૂકી છે.
સમાજના જે કોઈ ભાઈ–બહેને પાલીતાણા યાત્રા પધારે તેમને આ સંસ્થાની મુલાકાત લેવા અને સંસ્થાને સહાય, સહકાર ને માર્ગદર્શન આપવા વિનંતિ છે. સંસ્થામાં રહેતી બહેને દુઃખી. નિરાધાર ને ગરીબ છે તે દૃષ્ટિ | કેઇ ન રાખે પણ આ બધી આપણી સાધર્મિક બહેન છે તે દૃષ્ટિએ તેના હકક તરીકે આપવા ભાવના રાખે.
દેશ પરદેશમાં વસતા આપણે ભાઈ–બહેને જે રીતે આજ સુધી ! સંસ્થાને સહકાર આપતા આવ્યા છે તે રીતે સંસ્થાને સહકાર આપવાનું ચાલુ રાખશે તેવી વિનંતિ છે.
પૂજ્ય આચાર્ય ભગવંતે, પૂજ્ય મુની મહારાજાઓ, પૂજ્ય સાધ્વીજી મહારાજાઓને વિનંતિ કે ચાતુર્માસ દરમ્યાન ગામે ગામના સંઘને, સંસ્થાને મદદ આપવા પ્રેરણું આપે તેવી પ્રાર્થના છે તેમજ ગામે ગામના સંધ, ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓ, એસસીએશનના પ્રમુખ વિગેરે બધાને સહકાર આપવા વિનંતિ છે. મદદ મોકલવાના સ્થળે –
લી. હેડ ઓફીસ:--
ભવદીય, (૧) શેઠ જીવતલાલ પ્રતાપસી માણેકલાલ ચુનીલાલ જે. પી.
છે. ૯૭, સ્ટોક એચેન્જ બીલ્ડીંગ, જીવતાલાલ પ્રતાપસી દલાલ : - એપલે સ્ટ્રીટ, કોટ,
જયંતીલાલ રતનચંદ શાહ મુંબઈ ૧૦
જેઠાલાલ ચુનીલાલ ધીવાળા ! (૨) શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ ચંદુલાલ ટી. શાહ પાલીતાણા (સૌરાષ્ટ્ર)
જયજીનેન્દ્ર