SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી રચિત કાવ્ય સંગ્રહમાંથી સંકલિત કરેલ કાવ્યોનું રસ દશન કરાવી જતી કાવ્ય કટાર રાજુલ તો પછી સાધ્વી બની. પણ તે પહેલાં તે જો સંસારી હતી. અને તેમાંય તે નવ યૌવના હતી. વળી છે. તેના હૈયે તેને પરણવાના લાખ લાખ અરમાન હતા. શL કઈ યુગેની લિન વાસ એના અંતરને અકળાવી રહી. હતી. આખેમાં તેમને વધાવવાના ઉમળકાના મહાસાગર ઉભરાતાં હતાં. અરે! તેનાં સુકુમાર દેહના રોમેરોમ તેમની યાદમાં ઝણઝણી ઊડતાં હતાં. વતના ઉન્માદી ગીતની ધૂન હજુ હમણાં જ પૂરી થઈ હતી. ત્યાં વર્ષોનું ભીનું ને માદક ગીત શરૂ થયું. રાજુલને નેમ રાજુલથી દૂર દૂર હતો. દુનિયા આખી વરસાદની રીમઝીમમાં તરબોળ બની હતી. વાદળીની આંખોમાં મિલનના તેજ ઝબકારા હતા. સંતપ્ત બનેલી ધરતી વરસાદના આલિંગનથી ઘેલી બની હતી. મોર ટહૂકી રહ્યા હતા. ઘરમાં બેઠેલી નારીઓ મીઠું મિલન ગીત ગાઈ રહી હતી. આમ પ્રકૃતિ આખીય વર્ષના આગમનથી આનંદ વિભોર બની હતી. પણ રાજુલના હૈયે મણ મણના વિષાદ હતા. વર્ષોની રમઝીમ એના હૈયા પર કશ્વત ફેરવતી હતી. ઠડાને મધુર પવન એના ગૌરાંગને સતાવી રહ્યો હતો. રાજુલને આજ વર્ષો વહાલી નહિ વેરણ બની હતી. એની આંખોમાંથી વિરહની વિજળી ત્રાટકતી હતી. તો ઘડી શ્રાવણ ભાદરવાની વર્ષા ઝડી જેવી આંસુની મબલખ ધાર નીકળતી હતી. કારણ રાજુલનો નેમ રાજુલથી દૂર હતે. રાજુલની વિરહ વેદનાને પ્રકૃતિના ત સાથે ગૂંથી લેતું, શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી મહારાજનું એકી સાથે વિરહ ગીત તેમજ પ્રકૃતિ ગીત વાંચો :–
SR No.522157
Book TitleBuddhiprabha 1964 08 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages78
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy