________________
બુદ્ધિપ્રભા [તા. ૧૦-૬-૧૯૬૪ ચંદનબેન ગવાડા નિવાસી શા. મણીલાલ કચરાદાસના સુપુત્ર શ્રી ભીખાલાલના ધર્મપત્ની હતાં. આ પ્રસંગે પાંચ દિવસ સુધી ભવ્ય મહોત્સવ કરવામાં આવ્યું હતું. વડગામ નિવાસી શ્રી હરજીવનદાસે પોતાના સંગીત કાર્યક્રમથી આ પ્રસંગને વધુ ઉજમાળ બનાવ્યો હતો. પૂજા–પ્રભાવના તેમજ ભાવના ઉપરાંત સાધર્મિક વાત્સલ્ય પણ કરવામાં આવ્યું હતું.
લાગી છુટે નહિ રામ...(સૌ) વિશાખ સુદ તેરસના અત્રેથી શાહ કાંતિલાલ ચકુભાઈ તરફથી પાલીતાણાની સ્પેશ્યલ ટ્રેન યાત્રા કરાવવામાં આવી હતી. આ યાત્રામાં લગભગ હજાર યાત્રાળુઓએ ભાગ લીધો હતો. પાલીતાણા દાદાની યાત્રા કર્યા બાદ પ. પૂર ઉપાધ્યાયજી શ્રી કૈલાસસાગરજી મ. સાહેબના વરદ હસ્તે સંધવીએ માળા પહેરી હતી. આ ઉપરાંત જેઠ સુદ ચોથના દિવસે ઉપાધ્યાયજી મહારાજે નવદીક્ષિતા સાધ્વીજી ઉદયપૂર્ણાશ્રીજીને વડી દીક્ષા આપી હતી. આ નૂતન સાધ્વીજી, પૂ. સ. મ. લલીતાશ્રીજીના શિષ્યા સા. કુમુદીજીના શિષ્યા બન્યાં છે.
સુવર્ણની ગંગા (સેદ્રાથી પાલનપુર) સાધુ એ તે, સંસ્કૃતિ અને ધર્મને એક ગામથી બીજે ગામ લઈ તે વણઝારો છે. આપણે પૂજ્ય શ્રમણ ભગવંતે તો આજીવન પરિવ્રાજક છે. તેઓ વિહાર જ નથી કરતા. પ્રેમ અહિંસા ને અનેકાંતને પણ તે સાથે લઇ જાય છે.
મહુડીથી વિહાર કરી પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી સુબેધવિજયજી ગણિવય તથા મુનિરાજ શ્રી મનહરસાગરજી આદિ બમણુ ભગવંતો પાલનપુર પધાર્યા ત્યારે અહીં એક એવો જ ધર્મ પ્રસંગ બન્યો.
અત્રેના પારેખવાસમાં વસતા શેઠ શ્રી પારેખ કરમચંદ મયાચંદના કુટુંબીએાએ અત્રેના વાસમાં આવેલ ઘર દહેરાસરમાં બહત સિદ્ધચક્ર પૂજન, અષ્ટોત્તરી સ્નાત્ર તેમજ અષ્ટાહ્નિકા મહત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓશ્રીએ પૂજ્ય પન્યાસજી મ. ને ભાવભીની અને આગ્રહભરી વિનંતી કરી હતી. આ સપ્રેમ વિનંતીથી પૂજ્ય પંન્યાસજી મહારાજ અત્રે પધારતાં જૈન સંધે તેઓ સૌનું ભવ્ય એવું સ્વાગત કર્યું હતું.