SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રવદન શાહ કે એક હતું ચાળ થા. એક શીયાળ હતું. ત્રણ દિવસથી તેને કોઈ શિકાર મળ્યો નહતો. ત્રણ ત્રણ દિવસની ભૂખથી તે હેરાન થઈ જંગલમાં શિકારની શોધમાં ભટકી રહ્યું હતું. શિકારની શોધમાં તે એક નદી આગળ આવ્યું. નદીમાં નજર કરતાં જ તેને એક મડદુ તણાતું દેખાયું. માંસની ગંધથી તેનું હૈયું નાચી ઊઠયું. તે દોડતું કિનારે પહોંચી ગયું. કિનારાથી થોડે દૂર જુ મડદુ આવતાં તેણે તે. મડદાને તેણે નદીની બહાર કાઢયું. શિયાળને આ ખેલ નદી કીનારે ઊભેલે એક બ્રાહ્મણ જોઈ રહ્યો હતે.. તેણે તે મડદાને ઓળખી કાઢયું. આથી જ્યાં શિયાળ તેને ખાવા જાય છે ત્યાં જ તે બ્રાહ્મણ બોલી ઊઠ. “હે શિયાળ ! તું આ મડદાને ખાઈશ નહિં તેનું એક હાડકું પણ ખાવા જેવું નથી. તેનું માંસ પણ અખાદ્ય છે.” બ્રાહ્મણનું આવું બોલવું સાંભળી. ભૂખ્યા શિયાળે પૂછ્યું: “હે બ્રાહ્મણ તું આમ કેમ બોલે છે ?” બ્રાહ્મણે તુરત જ કહ્યું – હે શિયાળ! આ મડદાને જે હાથ છે તેણે કોઇ દિવસ દાન દીધું નથી. તેના કાને કદી ધર્મકથા સાંભળી નથી. અને જે કંઈ સાંભળ્યું છે તે સાંભળ્યા પછી કહેનાર પર તેણે ખાર જ રાખ્યો છે. તેની આંખએ કદી ઈશ્વરના દર્શન કર્યા નથી. તેના પગે કદી ધર્મયાત્રા કરી નથી. પેટ પણ તેનું અનીતિની કમાણીથી ભરેલું છે. તેનું મગજ સદાય અભિમાનમાં જ રહ્યું છે. હવે તું જ કહે, કે જેનું એક અંગ પણ કદી કોઇનાં કામમાં આવ્યું નથી એવા અપવિત્ર, આળસું મડદાંને તારાથી શી રીતે ખવાય? અને જો તું એ ખાઈશ તે તું પણ તેની જેમ અપવિત્ર બની જઈશ. માટે મારું કહ્યું માની હે શિયાળ ! તું એ અધર્મી મડદાને અડકીશ નહિ. બ્રાહ્મણનું આવી ધર્મવાણી સાંભળી શિયાળ એ મડદાં સામે નજર કર્યા વિના જ ચાલ્યું ગયું!
SR No.522153
Book TitleBuddhiprabha 1964 03 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy