________________
ગીત મંજૂષા
રવ. કલાપીએ પિતાના અંતરનાં આંસુ, હૈયાની વેદના, દિલમાં ભડકે બળતા ઉકળાટ વગેરેને “મંદાક્રાન્તા” છંદમાં વણીને; કંઇક જણાની આંખ ભીની બનાવી છે. એમની એ છંદ રચના વાંચીને, ધણ વાંચકોએ તેમના જેવી સમ સંવેદના અનુભવી છે.
અને આ “મંદાક્રાન્તા” છંદ પણ એક એવો છંદ છે કે કવિનું હૈયું તો એમાં જાણે લવાય છે પરંતુ વાચકને એ વાંચતા જાણે પિતાનું હૈયું તેમાં ઠલવાતું લાગે છે. - સ્વ. કવિ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજના હૈયે પણ કંઈક વેદના હતી. એમના અંતરે પણ કશીક વ્યથા ળાતી હતી. દિલના દર્દથી તેમનું દિલ પણ નીચેવાતું હતું.
પરંતુ સામાન્ય માનવીનાં દુઃખ-દર્દ, આંસુ અહિ અને તેમનાં દર્શને આંસુમાં ઘણું મેટા ફરક હતો. એમના ભિતરે સમાજના દર્દની વ્યથા હતી. સમાજના આંસુ એમના હૈયાને લેવી નાંખતાં હતાં. જેનોએ તેમનું પૂર્વનું ખમીર ગુમાવ્યું હતું તેથી તેમનું હૈયું સંતપ્ત હતું.
આથી જાણે સમાજની સંવેદનાથી પીડાતા, તેઓ સંવત ૧૬૮ ના ફાગણ સુદી પૂનમના રોજ પાદરામાં ગાતા ન હોય તેમ તે ગાય છે.......