________________
કાળના ગર્ભમાં
એક દિન એ આવશે, એક દિન એવો આવશે. મહાવીર શબ્દો વડે, સ્વાતવ્ય જગમાં થાવશે.... સહુ દેશમાં સ્વાતંત્ર્ય ના, શુભ દિવ્ય વાદ્યો વાગશે, બહું જ્ઞાનવીર કર્મવીરો, જાગી અન્ય જગાવશે...૧ અવતારી વીરે અવતરી, કર્તા ચ નિજ બજાવશે, અશ્ર કહુછી સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે...૨ સહુ દેશમાં સહુ વણુ માં, જ્ઞાની અને બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખને, કરુણા ઘણી મન માં લાવશે...૩ સાયનસની વિદ્યા વડે, શોધે ઘણી જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભૂત વાત જણાવશે.. ૪ રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે, હુન્નરકળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે....૫ એક ખડ બીજા ખંડની, ખબરો ઘડીમાં લાવશે, ઘરમાં રહ્યા વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે... દ એક ન્યાય સર્વ ખંડમાં, સ્વાત યતામાં થાવશે, બુદ્ધાધિ પ્રભુ મહાવીરનાં, તો જગતમાં વ્યાપશે...૭
–સ્વ. શ્રી મદ્ બુદ્ધિસાગરસૂરિજી [ Rયના કાળ સ. ૧૯૬૭, ગ્રંથસ્થ ભજન પદે સંગ્રહ ભાગ ૮, પાનું ૪ર૦ ]