SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૧૦-૧૯૬૩] બુદ્ધિપ્રભા [૧૩ અને વધુ તે અમારે આ દીવાળી અંક જ અપને સૌ પ્રશ્નના જવાબ આપશે. વાચકોની જ્ઞાન જિજ્ઞાસા અને સાહિત્ય ભૂખને ધ્યાનમાં લઈને અમે જાગૃત પ્રયત્ન કર્યો છે. અને ભગવાન મહાવીરના જીવનને લગતી જેટલી માહિતી મળી શકે અને સામાયિકમાં જેટલી સમાવેશ થઈ શકે તે રીતે અમે એ બધી સત્તાવાર વિગતો આપી છે. અમારે દરેક અંક તે રીતે સમૃદ્ધ રહેશે જેની વાચકે ખાત્રી રાખે. પત્રકારિત્વના ક્ષેત્રમાં આમ અમારો ઘણું ઘણું વન સંબંધ છે. પરંતુ તેના રંગમંચ પરથી આ અમારું પ્રથમ પ્રકાશન છે. આ જાતનું જવાબદારી ભર્યું કાર્ય કરવાની અમને જે તક આપવામાં આવી છે તે માટે અમે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ કીતિસાગરસૂરીશ્વરજી મ. સા. તેમ જ પૂજ્ય ગુરુ મહારાજશ્રી દુર્લભસાગરજી મ. સાહેબના ઘણું જ ઋણિ છીએ. મુંબઈ જેવા વિશાળ ક્ષેત્રમાંથી “બુદ્ધિપ્રભા નું પ્રકાશન થાય અને તેને સમગ્ર વહીવટ મુંબઇથી જ થાય એવી અમોએ તેઓશ્રીને વિનંતી કરેલી. અને તેઓશ્રીએ, ચાર વરસના અનુભવ પરથી, ખૂબ વિચાર મનમંથન બાદ, અમોને તે કાર્ય અમારી સંપૂર્ણ જવાબદારી ઉપર સંભાળી લેવાની અનુમતિ આપી અને આશીર્વાદ પણું “બુદ્ધિપ્રભા'ના નિવૃત્ત તંત્રી શ્રી છબીલદાસ કેસરીચંદ પંડીત તેમ જ શ્રી ભદ્રીકલાલ જીવાભાઈ કાપડીયાએ જે ઉદારતા અને પ્રેમથી તેમના સ્થાને અમને આ કાર્ય કરવાની તે ઉજમાળી તક આપી છે તે માટે તેઓના પણ અમે આભારી છીએ. અને આ પ્રસંગે મારે નમ્ર ને ગૌરવપણે કહેવું જોઈએ કે જે સંપાદક તરીકેની જવાબદારીને જોખમ ભરેલી જગાએથી કામ કરતો થયો છું તેને સઘળો યશ મારા પૂજ્ય ગુર–વડિલ એવા બેવડા સંબંધથી સંકળાયેલા શ્રી પંડિત છબીલદાસ કેસરીચંદ સંઘવીને ફાળે જાય છે. “બુદ્ધિપ્રભા” ના તેમના વહીવટ દરમિયાન તેઓશ્રીએ મારા અનેક લખાણને પ્રગટ કર્યા છે. સંસ્કાર્યા છે ને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું છે. તે સિવાય પણ તેઓશ્રીએ મારી કલમને ઘણું પ્રસંગો ટકારી છે. સંસ્કારી છે અને જાગૃત રાખી છે. ગુરૂ કરતાં શિષ્ય સવાયા બને એ આશીર્વાદ આપી જ્યારે તેઓશ્રીએ આ સંપાદકીય કાર્ય મને સુપ્રત કર્યું છે ત્યારે હું માત્ર આટલું જ કહીશ -- આપના તેમ જ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજીના આશીથી હું શાસન સેવાનું કાર્ય નર્ભિયપણે ને નિષ્પક્ષ રીતે કરતે રહું એ જ મારી નિત્યની પ્રાર્થના છે. - દીપોત્સવી અંક
SR No.522148
Book TitleBuddhiprabha 1963 10 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1963
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy