________________
૧૦]
બુદ્ધિપ્રભા
(તા. ૧-૧૦-૩
આ પૃથ્વી અને પિતા વસુભૂતિને એ પુત્ર. ઈન્દ્રભૂતિ એનું નામ. મગધના ગોખર ગામમાં એ જનમ્યાં બ્રાહ્મણ એનું કુળ.
પિતાના સંસ્કારે એ ખૂબ ભણ્યા પ્રકાંડ પંડિત થયા. પરંતુ એ બધું બો છતાંય એને જીવ અને આત્માનો ઉકેલ ન જડે.
ભગવાન મહાવીરે એને ઉકેલ આપે. અને ઇન્દ્રભૂતિ ભગવાનનો શિષ્ય બની ગયે.
એ જેને દીક્ષા આપે તેને કેળવજ્ઞાન થતું. પણ કેવળી ન બની શકયા. કારણ મહાવીરને એ દેહરાગી હતા.
ર વરસ સુધી ભગવાન સાથે રહ્યાં. અનેકને મોક્ષપગે વાળ્યાં ને ૯૨ વરસની ઉંમરે પોતે પણ મેક્ષે સીધાથી છાયાં.
ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમરવામિના કેવળજ્ઞાન દિને અમારી લાખ લાખ વંદન.
એ જ ધરતીની ધૂળ હતી. ત્યાં એ રમ્યાં હતાં. જ્યાંની શેરીઓમાં એ મેટા થયાં હતાં.
મહુવા એમનું જન્મસ્થાન.
અને વાહરે કુદરત! માદરે વતને સાદ કર્યો. માભોમને આંગણે એ આવ્યા. મંગલ મૃત્યુએ તેમને કુલમાળ પહેરાવી.
અને જે ગલીઓમાં એ ઈનાય ખાસ દેર્યા વિના ખેલ્યાં હતાં એ જ અલીબામાં લોકોની વંદના ઝીલતા, લેનો અર્થ ઝીલતાં, લોકોની ભાવભીની “અંજલિ' સાંભળતાં એ સદાય માટે ચાલ્યાં ગયાં !
એ જ દિવસ જનમ્યાં. એ જ દિવસે જીવનને છેલ્લું મળી લીધું.
નાની જ વયે સંસાર છે. તીર્થકરના જીવનને યાદ આપે જતી તેવો પ્રતિક મૂર્તિઓના કાર્યમાં લાગી ગયાં. કંઇક મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા, કંઈકે મંદિરે નવા ઊભા કર્યા. કબગિરિ તે તેમનું અમર સ્મારક છે. ત્યાં એક દેવનગરી જ ઊભી કરી દીધી.
સંત અને શિલ્પ સ્થાપક, શાસન સમ્રાટ પૂ. આચાર્ય દેવેશ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબને તેમની સંવત્સરીએ અમારી ભાવભીની વંદના.
––– હીપત્સવી અંક --