SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જેનોપનિષદ્ લે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી तथा विध द्रव्यक्षेत्रकालभावनधर्मरक्षकाः જેઓ તથવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ધર્મનું રક્ષણ કરનારા છે તે જેને જાણવા. જે જે કાળે જે જે ઉપાયો વડે જૈનધર્મનું રક્ષણ થાય તે તે ઉપાયને સેવવા જોઈએ. જે જે દેશમાં જે જે બળ, કળ, યુક્તિ, પ્રયુક્તિ ઉપદેશ વગેરેથી રક્ષણ થાય તે ક્ષેત્રે તે કરવું જોઈએ. જે જે ભાવવડે અને જે જે મનુથ વડે જેનધર્મનું રક્ષણ થાય તેમ કરવામાં જૈન બચ્ચાઓ કદી પાછા ન પડવું જોઈએ ખરા જૈનોના રક્ષણમાં અને તેની વૃદ્ધિમાં જૈનધર્મની રક્ષાને અંતર્ભાવ થાય છે. ધર્મનું રક્ષણ કરવાથી તે સર્વ વિશ્વ જેનું રક્ષણ કરે છે. માટે જૈનધર્મનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ, જનધર્મનું રક્ષણ થાય એવાં સર્વ પ્રકારનાં ઔગિંક તથા આપવાદિક સંપાપ્ત કરવા જોઈએ. આ જૈનધર્મનો સર્વત્ર પ્રચાર કરવામાં આત્મબળ ભેગ આપતાં જે પાછો પડે છે એવા જેનને નાશી લાગે છે. તેના પૂર્વજે તેના પર શાપ પડે છે. પૂર્વે બૌદ્ધોની સાથે જૈનધર્મની રક્ષા કરવામાં શ્રીમલવાદી વગેરે આચાર્યોએ જે આત્મભોગ આપ્યો હતો તેનું સ્મરણ કરીને વર્તમાનકાળમાં વર્તતા જેનોએ જનધર્મની રક્ષામાં ચાંપતા ઉપાયે લેવા જોઈએ. જેનામાં જૈનધર્માભિમાન નથી તે ન થવાને લાયક નથી જૈનધર્મ જે દુનિયામાં જીવતે રહેશે તે જેનોની ચડતી કાયમ રહેવાની પૂર્વકાલના જેનોનાં સંતાનમાં જે જૈનધર્મના અભિમાનને જુઓ નરમ પડી જશે, તે તેઓ દુનિયામાં ધૂળથી પણ હલકા ગણવાના. જેઓ નાસ્તિક બનીને તૈનધર્મને ત્યાગ કરે છે. તેઓ દેશ, કેમ, જ્ઞાતિ, વિગેરેનું કલ્યાણ કરવા સમર્થ ને ન ધર્મની શ્રદ્ધા વિનાના મનુષ્યમાં આત્મબળ પ્રગટી શકતું નથી. ધર્મ વિનાની બાહ્યોનતિ કરવાથી અને વિના મનુષ્યોને ખરી શાંતિ મળતી નથી. માટે ધર્મ શ્રદ્ધા, ધર્માભિમાન ધારણ કરનારા જૈનોએ ધર્મની રક્ષા થાય એવાં હાલ તે આપદ્ધર્મને અનુસરી કામ કરવા જોઈએ.
SR No.522136
Book TitleBuddhiprabha 1962 10 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1962
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size808 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy