SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ તમે કુલ કચડી શકે, ફેરમ નહિ, તમે મારા દેહને રીબાવી શકે; મારા અંતરના અવાજને નહિ જ નહિ. હા, મેં ત્યારે જ કહ્યું માન્યું હેત તે એણે મને કીધું--“આ જિંદગી છે, પસંદગી નથી.” અને મેં પસંદગીમાં ને પસંદગીમાં અહી જિંદગી ખચી નાંખી. આજ હિસાબ કાવું છું ત્યારે ??? વાંસળીને મેં પૂછયું- “તે આટલે સૂલે અવાજ ક્યાંથી મેળવ્યું.?” છે હિંમત એ જાણવાની ? તે લે, ને, મેં એ અહીથી મેળવ્યા છે.” એ એક તીખી વેદનાથી જાણે બેલી ઉઠી. હું ચીસ પાડી ઊઠશે મેં જોયું તે કાળજું એનું ચીરાયેલું હતું ! .... તને કેણે કીધું: “જવાની જવાની છે?’ અરે ! ભાઈ, એ જુઠ્ઠાણું છે. એ તે માત્ર હાડકાંના રંગ જ બદલાય છે. તારે માંદાલે તે અખંડ જવાન છે. નિત જવાન છે. ઊઠ, નિરાશ ન બન. જા, તારા કામે લાગી જા. જીવન ગંગાના કિનારે એક દિવસ પ્રેમને વાસના નહાવા ઊતર્યા. વાસના વહેલી નાહીને આવી અને ઉતાવળમાં ને ઉતાવળમાં એ પ્રેમનાં કપડાં પડેરી ચાલતી થઈ પછી પ્રેમ આવ્યા. પણ આશ્ચર્ય!! એને પલક ન હતો. એણે નગ્ન જ જવાનું પસંદ કર્યું અને પ્રેમ નાગે પાછા ફર્યો !! જગતે આ હકીકત ન જાણી અને નગ્ન પ્રેમને એણે તિરસ્કાર અને પ્રેમના અંચ ળામાં છુપાયેલી વાસનાને વહાલ કર્યું ! ! ગાંડી દુનિયા આ ગેટાળે ક્યારે સમજશે?.. જીવનથી થાકેલે કહે છે–ત આવે તે સારું મિતના જડબામાં સપડાયેલ કહે છે-“જીવ બચે તે સારું.” કહો હવે. આ ઝગડાને નિકાલ ક્યાંથી આવે? બુદ્ધિ બગડે ત્યારે માનજે હજી કંઈ જ નથી બગડ્યું. લાગણી બગડે ત્યારે માનજે હવે કઈક બગડી રહ્યું છે. અને અંતરનો અવાજ તમારે જ્યારે તરડાય ત્યારે માનો તમે સર્વનાશના કિનારે ઊભા છે. –મૃદુલ
SR No.522132
Book TitleBuddhiprabha 1962 06 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1962
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size890 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy