________________
પ્રા સંગિક
તે જ સાર્થક થાય..... દીવાળી એક જ એવો તહેવાર છે જે ભારતની પોણા ભાગની જનતા ઉજવે છે. હિંદુ અને જૈનની તમામ જ્ઞાતિ ને પેટા જ્ઞાતિએ આ ઉત્સવને ઘણા જ હોંશથી વધારે છે. આપણા ભારતીય તહેવારોની પાછળ ધાર્મિક રહસ્ય રહેલું હોય છે. આપણું લગભગ દરેક આવા જાહેર પર્વના દિવસે ધર્મના પાયા પર ઊભા છે.
ભ, મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા અને મહાજ્ઞાની ગૌતમ પ્રભુને કેવળજ્ઞાન થયું અને લોકોએ તેની ખુશાલીમાં ઉત્સવ કર્યો. એ એને છવ તે દીવાળી. પુણ્ય લેકી પુરુષની જયગાથા ગાતા આ એક તહેવાર છે.
આ નિર્વાણ દિને ભ, મહાવીરને ક્ષર દેહ વિલય પામ્યા. દેહ સ્વરૂપે જીવતી જિંદગીને તેમને હિસાબ પૂરા થયે, બાતેર વરસ સુધીના તેમના જીવંતને અંત આવ્યા.
- આ ઉત્સવ માત્ર આપણે નિર્વાણ કલ્યાણક ગણીને જ ઉજવીએ તો તે અધૂરું છે. આજ દિને તેમણે પિતાના મૃત્યુથી દષ્ટાંત આપ્યું કે જીવન આ રીતે જીવવું જોઈએ. સત્ય ને અહિંસા માટે સતત જાગૃત પ્રયત્નશીલ જિંદગી જીવવી જોઇએ. પોતાના બાતેર વરસના જીવન પર્યાયમાં તેમણે અનેક મહામૂલા પાઠ આપણને ભણાવ્યા છે. મહાજ્ઞાની પ્રભુશ્રી ગૌતમ સ્વામીએ પણ આપણને એક આદર્શ જીવનને નમુને આપ્યો છે. ભગવતનો શિષ્ય કેવો હોય તેનું એક ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડયું છે. [ આ દિવસોમાં આપણે માત્ર તેમનું સ્મરણ, સ્તવન કે દેશ ન કરીને બેસી રહીશું અને તેમાં જ જે સંતોષ માનીશું તો આપણી ગતિ ચાલુ રહેશે પરંતુ પ્રગતિ જરાયે નિહિ થાય. આ એક દુ:ખદ હકીકત છે કે આપણે હવે સાધનને સાથે માની સાધનો કરી રહ્યા છીએ અને આવા અપૂર્વ દિવસેને આપણે એક રૂઢિગત વ્યવહાર બનાવી દીધા છે. યવહારમાં જ્યાં સુધી ભાવના જીવે છે ને ધબકે છે ત્યાં સુધી એ વ્યવહાર જીવનમાં કંઇક પ્રાણ પૂરી જાય છે પરંતુ જ્યારે ભાવના સૂકાઇને એ જડે રીવાજ બની જાય છે ત્યારે એ આત્મસંતોષનું જ નિમિત બની રહે છે. તેથી દીવાળી કરી એમ કહી શકાય પરંતુ હકીકતમાં તેને કઈ જ અર્થ નથી.
દીવાળી પાછળ જે ત્યાગ ને સમર્પણ સિદ્ધાંત ને આદર્શનું' જે ભ. મહાવીરનું અણિશુદ્ધ જીવન છે તેમાંથી જે આપણે કાંઈક શીખીએ અને જીવનમાં ઉતારી એક એ આદર્શ સમાજ બનાવીએ તે આવા પર્વોની ઉજવણી સાર્થક બની તેમ કહી શકાય,
લિ. તત્રીઓ