SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ એ કોણ ધોરો ? (તંત્રી લેખ) આ સવત્સરીએ સૌ વ્યકતીગત પાપોની ક્ષમાપવા કરશે. આપસ આપસના વેર ને ઝરના મિચ્છામિ દુકકડ દેશે. એક બીજાની સૌ માફી માંગશે તે આપશે. પરંતુ કેટલાક પાપ સામાજિક છે. સમાજના એક અદના સભ્ય પણ જો એક ટંકનુ પુરૂ ખાવાનું પાંની ન શકતા હોય, રાત પડે સુખે સુવા ન ૫ મી શકતા હોય અને માત્ર ચેડાં જ ગાભાથી એને ચલાવું પડતું હેય તે એ સા ય સમાજનું પાપ છે. કૈાઇ એન સાસરીયા કે બીજા કાઇ સીતમથી, જીવવાની હિંમત ન રાખી જીવન છૂટી દેતી હોય તો સમાજનુ' એ કલંક છે. માની મમતા વિતા, પિતાના પ્યાર વિના એકલવાયા, ગંદી ગલીઓમાં ઉછરતા, ડેમે ચઢતા ને અનિષ્ટના ભોગ બનતા અનાથ બાળકા સમાજમાં હોય તે સારા ય સમાજનું એ પાપ છે. નોકરી વિના આમથી તેમ રખડી ભુખ્યા દિવસો પસાર કરતાં યુવાનો ને કુટુંબ પોતાના ધર્મ બદલી બીજો ધર્મ સ્વીકારતા હાય તે। આખા ય સમાજનુ એ મહાપાપ છે. શ્રમણુ સંસ્થાની અંતરંગ વાતે અમે નહિ કરીએ, પરંતુ અપંગ, વૃદ્ધ, એવું ભણેલા, ઓછા વ્યકિતત્વવાળા શ્રમણા જ્યારે સમાજની સંભાળ વિના, એકલા ખૂણે મેતની રાહ જોતા હાય તે સમાજનુ એ ધાર પાપ ને મહા કલ'ક છે. ભણવાની ઉંમરે, નાના ખાળકાને જ્યારે કમાવા જવું પડે ને હાટકોમાં ડીપરા ધાવા પડે ત્યારે એ દશાએ પહોંચાડનાર સમાજ માટે શું કહેવું ? આવા તે। અનેક પાપાની મેટી યાદી બતાવી શકાય તેમ છે. અને ઉપર આપેલી માત્ર યાદી નથી. એના કંઇક કિસ્સાઓ આપણા સમાજમાં હયાત છે. આ પાાની ક્ષમા કોણ માગશે ? સમાજને આ પતનથી કેાણ બચાવો ? ભુખ, ગરબા, અજ્ઞાન, ઉપેક્ષા આ બધા જ સારા ય સમાજના પાપ છે. ક્રાઇ એકાદ વ્યક્તિ નહિ સારા ય સમાજ એ માટે જવાબદાર છે. આ પાપે મિચ્છામિ દુક્કડ ના આવજો કે છાપેલી ફૂંકાત્રીએથી નહિ ધોવાય અને આજે વેદના ને શ્રમના આંસુથી એ કલંક નહિ ધાવાય તે એક દિવસ લોહીના આંસુથી એ કલીંક ધાવું” પડશે. સંવત્સરીના મહામાંથી એ તીર્થંકર ભગવા ને પુણ્યશ્લોકો આત્માઓના જીવનમાંથી આપણે કંઇક નકકર કાર્ય કરીએ અને આ તે બીજા એવા સામાજિક પાપોતે આજથી જ ખત્મ કરવાનુ શરૂ કરીએ, તે જ પપણું પર્વ ઉજવ્યાની સાર્થકતા થાય.
SR No.522122
Book TitleBuddhiprabha 1961 08 SrNo 22
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy