SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અગન પરીક્ષા ૨૦૦૧ લે. ચિત્રભાનુ કારતક વદ એકમની મધરાત હતી રાતના બે વાગ્યાનો સમય હતો. આજે શની શુભ્ર આસીમાં મેરાના ફૂલ જેવા તારા હસી રહ્યા હતા. ચંદ્રમાંથી ઝરતી ચંદન જેવી શિતળ ચાંદની પધ્ધીને લીપી રહી હતી. ત્રણ માળની ઊંચી હલીને બીજે માળે અમે ચાર જણ સુખનિવામાં પડ્યા હતા. મદમંદ વાત પવન અમારા આત્માને સોરમની દુનિયામાં લઈ ગયે હતા. એવામાં હૈયાને વીંધી નાખે એવી એક કારમી, લાંબી વાણી, ચીસ સંભળાઈ અને હું ભયપૂર્વક સફાળે ઊભા થઈ ગયે. કમાડ ઉપર કોઈ જોર જોરથી લાત મારતું બેલી રહ્યું હતું ? મહારાજશ્રી ! બચાવો. કમાડ ઉઘાડે. ભયંકર આગ લાગી છે દોડે રે દે..!” મારી પડખે જ પિતાશ્રી પિયા હતા. મૂળચંદ ને તાર ચંદ નામના બે યુવાને બારણા પામે આળોટતા હતા. આ ભયભરેલી તીણી ચીસ સાંભળી એ ત્રણે જણ વિહવલતાપૂર્વક જાગીને આમતેમ જોવા લાગ્યા. અમારા ચારેના આત્મા ભયગ્રસ્ત હતા. એવામાં એક જોરદાર ધક વાગે અને જુના કમાડ સાંકળ સાથે જ ખિડી પડયાં. છ બહેને અને ત્રણ બાળકે ગભરાટમાં રાડ પાડતાં ઉપર ધસી આવ્યાં. મેં બારણા તરફ જોયું તે નવ જણાની પાછળ લાલ રંગની લાંબી જીભ કાઢતી અગ્નિની પ્રચંડ જાળાઓ આવતા દેખાઈ. ભયંકર રીતે પળ પળ ઊંચે વધતી આ પાવક જવાળાને જે ભારી મતિ પણ ક્ષણભર મૂદ થઈ ગઈ. ફાટી આંખે હું જોઈ રહ્યો હતો. આ શું થઈ રહ્યું છે તે મને સમજાતું નહતું. પ્રચંડ આગના ભડકા અમારી નજીક આવી રહ્યા છે એટલું જ મારી આંખો જોઈ શકી, મા કયાંય ન હતો. વિચારમાં ધુમાડા વટાળિયા લઇ રહ્યો હતો. અમે ત્રીજે માળે હતા. બહેને ને બાળકે બીજે માળે હતાં પણ ભેંયતળિયે પ્રચંડ આગ લાગી એટલે એ સી ઉપર ધસી આવ્યાં હતાં. જવાળા વધતી વધતી ઉપર ને ઉપર આવી રહી હતી. નીચે ઉતરવાનો માર્ગ અને દાદર તે કયારનાં બળીને ખાખ થઇ ગયાં હતાં. હવે ક્યાં જવું ? મઈ કાલે આજ સ્થાને કે આનંદ અને શાંતિ હતો ? અત્યારે કે શેક અને ભય હતું ? ગય કાલે આ હવેલીના મુખદ્વાર આગળ ભવ્ય મંડપ હતો. એમાં પ્રવચન પ્રભાવના અને મંગળ ગતિના મંજલ અવનિથી વાતાવરણ ગુંજતું હતું, અત્યારે તેજ સ્થાનમાં ઊભેલા માણસો કરણાભરી ચીસે નાંખી રહ્યા છે : “આ ઉપર રહેલા લોકોને કોઈ બચાવે રે! ઉપરથી નીચે ઉતારો, રે! નહિ તે બાપ હમણાં
SR No.522122
Book TitleBuddhiprabha 1961 08 SrNo 22
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy