SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ E સંકનું રતનપી. બી. એસ. સી. એમ. એ. છે. ઉષા આગ લાગી આગ..લાગી, એ સમાચાર આજુબાજુનાં ગામોમાં ફરી વળ્યાં, અને તેમાં વળી અંબાના ટીઝન. અવાજે તેની સાબિતી પુરવાર કરી. આ બાજુ અમથીમાં લાકડી લઈને ત્રણચાર ભાઈલ દૂર જવા માટે નીકળી પડ્યાં. લેજ ચાલતાં ડોશીમામાં આજે આટલું બધું ચાલવાની હિંમત કોણ જાણે ક્યાંથી આવી ગઈ હશે તે પણ પિતાની શકિત ઉપર ઓછો ભરોસો લાગ્યો હોય એમ, એમણે બીજી એક લાકડી બગલમાં રાખેલી. વખત છે, એક લાકડીના ટેકાથી ચલાય નહિ, તે બીજી લાકડી ઉમેરામાં આવે ! બરાબર ખરે બપોરે, સુરજ માથે હતો તે સમયે, મધખતા તડકામાં, પગમાં પગરખું, નહતું અને એ નીકળી જ પડયાં : શરૂઆતની ગતિ ઝડપી હતી, પણ પછી ચાલ ધીરી પડી. ઝાડની છાયામાં ઉભા રહેવાને મન લલચાયું, પણ અત્યાર ત્યાં ઉભા રહેવાને વખત નહતા. ધણાય જુવાનિયાઓ અને આઘેડ મા એ બાજુ જ જઈ રહ્યાં હતાં પણ સૌ સૌની ધૂનમાં જતાં હતાં, અત્યારે કેને કોઈ સાથે વાત કરવાની પડી નહતી, મેટા બાગના દરેકની પાસે ચિંતા હતી, દરેકનું તેનું કાઈ સમું ત્યાં ભભૂકતી આગ પાસે હતું. દરેક જણ પિતાના સગાંને હેમખેમ જોવા માટે, બને તેટલી ઝડપથી પહોંચી જવાય એટલા માટે ઝડપથી જતા હતા. અમથીબા એ બધાની સરખામણીમાં કેટલાંય પાછળ રહી જાય તેમ છતાં પણ એમણે પણ પિતાની ધીરી ગતિને સતિષ માનીને, આ ઉંમરે પણ, વગર અકયે ચાલવાનું ચાલુ રાખ્યું. આધળાની એક આંખ જે, આ વિધવા ડેશને એકનો એક પુત્ર, જ્યાં આગળ આગ લાગેલી, તે જીનમાં જ કામ કરતા હતા ! એટલે ડેશીમાને જીવ અધર થઇ ગયો હતે. મનમાં જાતજાતની ભયાનક કલ્પનાઓ આવી રહી હતી. બીજી જ પળે પાછો એ પણ વિચાર આયે, “ના, ના, એને કંઈ જ નહિ આવી હૈય, આવતે મહિને તે એનાં લગ્ન લેવાનાં છે. ઈશ્વર પિતાની લાજ તે રાખશે જ આ બધા જ પ્રશ્નોનું સમાધાન એના પિતાના મનને કર્યા સિવાય છૂટકે ને હતે. ઉનાળાને દિવસ અને તેમાં વળી ખરો પર, તસ તે એવી લાગેલી કે ન પૂછો વાત ! પણ અમથીમા તો નિત્રય કરીને બેઠાં કે શિમલાનું મોટું જોયા વગર પાણી પીવું નથી. પાણી વગર માત અાવે એમ કરતાં કરતાં અમથામાએ તે કેટલું ચાલી નાંખ્યું. અને જોતજોતામાં તો તેમને આમની ભભૂકતી જવાળાઓ દેખાવા માંડી. માછથી બૂમ પડાઈ ગઈ, “એ...બા...પ.રે..” અમથીમા લેય થઈને ઢગલે થઈ પડયાં. અને રાતાંપીળાં આવ્યાં. ચકકર આવવા માંડયાં, ઊભા થવાને પ્રયત્ન કર્યો પણ ઊભાજ ન થવાયું સાથે લીધેલી બીજી લાકડીને ઉપયોગ પણ નિષ્ફળ ગયો. બેસીને ઘસાઈ ઘસાઈને ચાલવાને પ્રયત્ન કર્યો, પણ એટલીય ડાકિત ન હતી. સારે નસીએ ત્યાંથી પસાર થતા ભવાદની આ ખખડી ગયેલી 9 ઉપર નજર પડી. તેને દવા આવી. તેણે નજીક આવી અમથી માને કે આ
SR No.522119
Book TitleBuddhiprabha 1961 05 SrNo 19
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size906 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy