________________
૩૮૨
બુદ્ધિપ્રભા
છે. આ માસિકનું પણ અત્યાર સુધી જે જીવન ટકી રહ્યું છે અને ભવિષ્યમાં સંપૂર્ણ રીતે ટકી રહેવાને એકસ સંભવ છે તે તેઓનેજ આભારી છે. આ પ્રમાણે જૈન કોમની નિઃસ્વાર્થ સેવા બજાવનાર એક ખરા ખંતીલા અને ઉત્સાહી નરને રે. . ઝવેરી જીવણચંદભાઈ અને કમિટીના અન્ય સભાસદોએ રા. રા. લલ્લુભાઈની સેક્રેટરી તરીકે જે નિમણુંક કરી છે તે વિચારપૂર્વકની અને સશે વાસ્તવિક છે. આ પ્રસંગે અમે શ્રીમાન લલ્લુભાઈને એટલી જ વિજ્ઞપ્તિ કરીશું કે જે રીતે આપની દેખરેખ હેઠળ અને આપના સતત પ્રયત્નોથી અન્ય સંસ્થાઓ વગેરે સંતોષજનક સ્થિતિ જોગવી છે તે જ પ્રમાણે આ સંસ્થાને પણ ઉત્તરોત્તર ઉન્નત દશાએ પહોંચાડી જેન કોમને હમેચની આપની ઋણિ રાખશે. આ તકને લાભ લઈ પ્રસંગાનુકૂળ અમારે જણાવવું જોઈએ કે શ્રીમાન ઝવેરી જીવણચંદભાઈ આવું એક ગુરૂકુળ સ્થાપવાની ઘણા સમયથી હોંશ ધરાવતા કતા. અને તે ભાવનાને પરમપૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ અમૂલ્ય પણ આપ્યું હતું. છેવટ તે ભાવનાને મળેલા “મહાપ્રસાદ રૂ૫ પિષણના પ્રતાપે તેઓ પોતાની પવિત્ર, સુન્દર, સ્તુત્ય અને અનુકરણીય ભાવનાને સફળતાથી અમલમાં મૂકી શકયા છે તે માટે અંતઃકરણપૂર્વક અમે તેઓને અનિબંદન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે જેતે અને પોતાના સ્નેહીઓ તરફથી તેને સંગીન મદદ કરી ચીરંજીવ કરશે. પરમ પૂજ્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી પણ એક જર્જરીત થઈ ગયેલી સંસ્થાને પુનરોદ્ધાર કરવા અને સામ્પત જમાનાને આવશ્યક, એવી “જૈિન ગુરૂકુળ”ની યોજનાને નિપજાવવાને રે. રા. ઝવેરી જીવણચંદભાઇને મહદ્ પ્રેરણું કરી છે. તે માટે તેને ઓશ્રીને પણ સમસ્ત જૈન કોમ ઉપર અપૂર્વ ઉપકાર ઉતર્યો છે. મુનિ મહારાજશ્રી ચારિત્ર વિજયજીએ તથા આચાર્ય ધર્મવિજયએ પ્રસ્તુત સંસ્થા પરત્વે ઉદાર વિચારે પ્રદશિત કરી તેમાં ઘટતી એથ આપવાની અનુમતિ દર્શાવી છે તેજ આ સંસ્થાને ભાવી અભ્યદય સૂચવે છે. છેવટ અમે આ સંસ્થાને સર્વદા અને સર્વ પ્રકારે કહ ઇછી આટલેથીજ વીરમીશુ.
=
=
आ मासिकनुं नवमुं वर्ष.
(વસ્તુ નિર્દેશ.) માસિકના આ અંક સાથે તેનાં આઠ વર્ષ પૂરાં થાય છે, અને હવે તે નવમા વર્ષમાં પ્રવેશ કરશે. “બુદ્ધિપ્રભા” એ આઠ વર્ષ દરમિયાન કામ અને સમાજની બનતી જે કંઈ સેવા બજાવી છે તે વિષે કશો પણ ઉલ્લેખ કરી આત્મશ્લાઘાને દોષ વહોરવા અમે ઇચ્છતા નથી. તથાપિ હવે પછી તે શી રીતે સેવા બજાવશે તે સંબંધી માસિકના નવા વ્યવસ્થાપકદ્વારા સંક્ષેપમાં આવશ્યક ખુલાસો કરાવે અમે ઉચિત ધારીએ છીએ, અને તે સાથે માસિકની નિસ્વાર્થ સેવા અત્યાર સુધી સંપાદક તરીકે જેમણે બજાવી છે અને હવે પછી પણ પ્રથમ કરતાં પણ વિશેષ જીવનભેગ આપવા જે તૈયાર થયેલા છે તે રા. બાઈ મણિ લાલ મોહનલાલ પાદરાકરને ઉપકાર માનવાની આ તક અમારે ગુમાવવી ન જોઈએ.
બુદ્ધિપ્રભા’ના રસજ્ઞગ્રાહક અને વાચકવૃન્દને વિદિતજ હશે કે પ્રસ્તુત માસિકની અભિવૃદ્ધિ અને ઉત્કર્ધની તેમનામાં રમી રહેલી સતત ભાવનાને સવિશે સફળ બનાવવા તેમણે