SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ બુદ્ધિપ્રભા. ઉભી થનારી કમિટિમાં જોડાવું પડશે. તે વાત વકીલ લખમસીએ કબુલ રાખી. ત્યારબાદ મહારાજશ્રી ચારિત્રવિજયજી સાથે પત્રવ્યવહાર ચલાવવામાં આવ્યું તેમાં નીચે ટાંકેલે પત્ર આવવાથી તે સંબંધી વ્યવસ્થા કરવી તે સંસ્થાની આગલી કમિટિ પૈકીના અને પાલીતાણામાં ચાલે છે તેની વહીવટ કરતા કમિટિમાં ગેગ્ય લાગે તે ફેરફાર કરીને તથા ગૃહસ્થને જોડીને તેને તમામ વહીવટ કમિટિ સંભાળી લે અને તમે બંધુઓ સંપૂર્ણ લાગણુથી કામ કરો તેવી મારી સંપૂર્ણ ઈચ્છા છે, અને મને લાગે છે કે, તેમાં મારું કામ માત્ર ઉપદેશ વડે તે ખાતાને સહાય કરવી, તેટલું જ છે. તે હું સુખેથી બજાવીશ, અને યોગ્ય લાગતી સુચના કમિટિને કરી. આ ખુલાસાથી તમે બંધુઓ મજકુર ખાતાને સારા પાયા ઉપર મૂકશે તેવી ખાત્રી રાખું છે. ઉપરોક્ત પાઠશાળા બેડીંગના નામમાં તથા બીજા પણ ધારા, ધોરણ, શિક્ષણ, બંધારણ ઇત્યાદિ તમારી કમિટિ કંઈ ફેરફાર કરે તેમાં ભારે કઇ જાતને વાંધો લેવા નથી. આ ખાતું સારા પાયા ઉપર ચાલે જે વધુ લાભકારી જન સમાજને થાય એવી આશાએ કમિટિને સોંપું છું. પાલીતાણા લી મુનિ ચારિત્રવિજયજીની સહી દા. પિતાના તા. :-૫-૧૯૧૭.૩ શાખ શા. મોહનલાલ ગોવિંદજી આ સહી મારી રૂબરૂ કરી છે. આ ઉપરથી નીચેના ગૃહની એક મેનેજીગ કમિટિ નીમવામાં આવી હતી અને તે સાથે જણાવેલા હેરોની નિમણૂંક કરવામાં આવી હતી. શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરી–પ્રમુખ, બાબુસાહેબ લક્ષ્મીચંદજી બેદ-ઉપપ્રમુખ, શેઠ ફકીરચંદ કેશરીચંદ, શેઠ લલુભાઈ કરમચંદ-ઓ, સેક્રેટરીઓ, શેઠ મણીભાઈ સુરજમલ ઝવેરીટ્રેઝરર, શેઠ દલસુખભાઈ વાડીલાલ, શેઠ લખમશી હીરજી મૈશેરી-બી. એ. એલ. એલ. બી. શેઠ હીરજી ઘેલાભાઇ, શેઠ મકનજી જુઠાભાઈ મહેતા બેરિસ્ટર, શેઠ મોહનલાલ મગનલાલ ઝવેરી, શેડ બાબુ રતનલાલ ચુનીલાલ, શેઠ ઉમેદચંદ દોલતચંદ બરેડીયા, શેઠ નરોતમ ભાણજી, શેઠ દેવકરણભાઈ મુળજી, શેઠ ગોવિંદજી રૂગનાથ, શેઠ નાનચંદ કસ્તુરચંદ-ડૉકટર મોદી, શેઠ ખુબચંદ રાયચંદ, શેઠ મુળચંદ હરજી, શેઠ હીરાલાલ–નાણાવટી. મેનેજીંગ કમિટિનું કોરમ પાંચનું રાખવા ઠરાવ થયે હતો. ઉપરોક્ત પાઠશાળાનું નામ હવે પછી “શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ વિદ્યાલય” એ પ્રમાણે રાખવા તથા વિદ્યાલયમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ તેમાંથી બહાર પડયા બાદ સારી જીંદગી પસાર કરી શકે તે માટે શિક્ષણુની વ્યવસ્થામાં એગ્ય સુધારે વધારે કરવા માટે અને બીજી સુચનાઓ માટે વિધાન સાધુ મુનિરાજે અને અન્ય વિદ્વાન ગુહસ્થોના અભિપ્રાય મેળવવા આજ સુધીની હકીકતવાળું તથા હવે પછીનું કામ કઈ રીતી લેવું તે જણાવનાર એક વિનતીપત્ર બહાર પાડવાને ઠરાવ પસાર કરી પ્રમુખને ઉપકાર માની સભા વિસર્જન થઈ હતી. (જૈન-૭ મે, ૧૯૧૭).
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy