SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ હટે સ્પેન્સરના અય-મામાં તા. ૩૫. આ કલ્પના એ લોકોની છે કે એમ કહે છે કે સંસારમાં જે કાંઈ છે તે કોઈ વિશેષ શક્તિથી, ઈચ્છાથીજ પિતે જાતે ઉત્પન્ન થયું છે. અર્થાત આ મહત શકિત સ્વયમેવ સંસારના રૂપમાં પ્રગટ થઈ ગઈ. જે લોકો આ કલ્પના રાખે છે એને આપણે વિશ્વપરિણામ વાદી કહીએ છીએ. તૃતીય કલ્પના આ કલ્પના ઇશ્વર વાદીઓની છે. એ કહે છે કે જે પ્રમાણે કોઈ કારીગર ટેબલ ખુરશી વગેરે સામાન બનાવે છે તેજ પ્રમાણે ઇશ્વરે પણ પૃથ્વી અને અને આકાશ આદિની રચના કરી છે. આવું મત માટે હેટા વિદ્વાનો અને પંડિત ધરાવે છે. પરંતુ સુક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તે એમાં પણ એક દેપ માલૂમ પડે છે કે જે પૂર્વોક્ત બને કલ્પનામાં છે. એમ કહેવું કે જેમ કારીગર ખરશી ટેબલ બનાવે છે તેમ ઈશ્વર પણ પૃથ્વી આકાશ અનાવે છે એ કેવલ ઉપમા છે. એનું માત્ર કથન છે બીજું કંઈ નહી. જે વસ્તુઓ વાપરને કારીગર ટેબલ ખુરશી બનાવે છે એને આપણે ઉત્પન્ન કરી નથી શકતા. આ સર્વ સામગ્રી એની હામે વર્તમાન થાય છે. એને એ માત્ર ટેબલ ખુરશીનું રૂપ આપે છે. પરંતુ ઇશ્વર દ્વારા પૃથ્વી આકાશ આદિની રચના વિષે વિચાર કરીએ તે એક ઉપસ્મિત થાય છે કે એ સામગ્રી કે જેથી પૃથ્વી આકાશ આદિ બન્યાં તે કયાંથી આવી? એને ઉત્તર એટલોજ કે એ પહેલાંથી જ મજબૂદ હતી. જે પહેલેથી મેજૂદ હતી, તે પછી પાછા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એ કયાંથી આવી ? જો એમ કહીએ કે એ શુન્યમાંથી ઉત્પન્ન થઈ તે એવું કદાપિ થઈ શકતું નથી. કારણ કે જે શૂન્ય છે હેમાંથી કોઈ ઉત્પન્ન થઈ શકતી નથી. એ સાથે એટલો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે મહાદાકામાં સંસારની સ ચીજ સ્થિત છે એ ક્યાંથી આવ્યું ? શું મહેલાં અન્ત શન્ય હતું? જે એમ કહીએ કે મહાદાકાશ એ જ રીતે ઉત્પન્ન થયું કે જે રીતે પ્રકૃતિ ઉત્પન્ન થઈ તો એમ પ્રશ્ન થાય છે કે શું પહેલાં મહાદાકાશ નહોતું ? પરંતુ એવી કલ્પના કરવી એ બુદ્ધિ બહારની વાત રહી. જે મહાદાકાશનું પહેલાંનું અસ્તિત્વ બુદ્ધિ ગ્રહણું ન કરી શકે તે મહાદાકારનું ઉપન થવું પણ એની શક્તિ બહાર છે. હવે પગ ખાતર એમ માને કે આ સર્વ ડીક છે, અથવા આવા આવા પ્રશ્ન જેથી થઈ શક્તા અને જે કરવામાં આવે છે તે એએના યથાર્થ ઉત્તર મળી શકતા નથી. આ દિશામાં હમે એમ બતાવે કે જે ઇશ્વરે સંસાર એ એ કયાંથી આવ્યું? આને ઉત્તર આપવા માટે પણ પૂવાત ત્રણ કલ્પનાઓને પ્રયોગ કરવો પડે છે, અર્થાત– ૧. ઈશ્વર પોતે જાતે વિધમાન છે (Self existent). ૨. ઇશ્વર પિતે જાતે ઉત્પન્ન થયે છે self created ). ૩. ઇશ્વરને કોઈ બીજાએ ઉત્પન્ન કર્યો છે ((Created by an external agency આમાંથી ત્રીજી કલપના તે કથા જ છે કારણ કે એનું કારણ બીજો અને બીજાનું કારણે ત્રીજે એ પ્રમાણે હમે અનત કાલ સુધી કારોની પરંપરા છેલ્લાં કરશે તેમણે કદી અવિરતન થશે જ નહીં. બાળ કલ્પનામાં પણ એ સંકટ ઉપસિથત થશે–અર્થાત અનંત અવ્યક્ત શકિતઓની ગણના કર્યા પછી પણ વસ્તુસ્થિતિ એવી ને એવી જ રહે છે. હવે
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy