________________
૩૩૨
બુદ્ધિપ્રભા કરી શકતો નથી કારણકે ઉકત ગુણવાળાઓના ઘણજ કોમળ પરિણામ હોય છે, છતી વસ્તુઓનો અહંકાર કરવો તે મદ કહેવાય છે, અને અછતી વસ્તુઓને અહંકાર કરે તે માન કહેવાય છે. આ બન્ને વસ્તુ માત્રના અનિત્ય સ્વભાવના અનાનપણાનું પરિણામ છે.
માયા (કપટ છે. ક્ષેમ (કુશળ) ને ઉત્પન્ન કરવામાં વધ્યા સ્ત્રી સમાન; સત્ય વચન રૂપ સુર્યને અસ્ત થવાને સંધ્યા સમાન; કુગતિ રૂપી યુવતીની વરમાળ સમાન; મેલ રૂપી હાથીની શાળા સમાન; ઉપરામ રૂપી કમલપુષ્પને હિમ સમાન, અપયશની રાજધાની, અને સેંકડે બંધ દુની સહાય વાળી, એવી જે માયા તેને દૂરથી જ ત્યાગ કરે.
જેઓ વિવિધ પ્રકારના ઉપાયોથી માયા રચીને પરજનને છેતરે છે તેઓ મહા અજ્ઞાન યુક્ત છતાં, પોતેજ સ્વર્ગ અને મોક્ષના સુખથી પિતાના આત્માને છેતરે છે,
જે દુષ્ટ આકાય વાળા માણસ દ્રવ્યની આશાથી, અવિશ્વાસને રમવાના કર રૂપ એવી માયા () ને રચે છે તે બીલાડીની પેઠે દૂધ પીતી છતાં દંડને પ્રસાર થશે એમ જતી નવી-તેમ કષ્ટ સમૂહ આવી પડશે એમ જાણ નથી. -
જેમ અપથ્ય ભોજન રેગ કર્યા વિના રહેતું જ નથી, કપટને વિશે લંપટ ચિત્તવૃત્તિ વાળા માણસનું, મુર્ખ જનને છેતરવામાં તત્પર એવું જે ચાતુર્ય પ્રકટ થાય છે, તે ભવિષ્યમાં ઉપદ્રવ્ય વિના પરિણામ પામતું નથી,
લાભ ધનના લેભમાં આંધળી થયેલી બુદ્ધિ વાળા માણસે વિષય અટવીમાં ભ્રમણ કરે છે, વિકટ પ્રદેશને વિષે ફરે છે, ગહન સમુદ્રનું ઉલ્લંધન કરે છે, બહુ દુઃખ વાળી ખેતી કરે છે. કૃપણ પતિની સેવા કરે છે, અને હાથીઓના સમુહના પાસે પાસે રહેવાથી અંદર પ્રવેશ ન થઈ શકે એવા સંગ્રામને વિષે પણ જાય છે, એ સર્ચ લેબનું ચેષ્ટિત (આચરણ) છે.
અજ્ઞાન રૂપી વિષ વૃક્ષનું મૂળ સમાન, સુકૃત્ય રૂપી સમુદ્રને શે ઘણું કરવાને અગસ્થ રૂષિ સમાન, ક્રોધ રૂ૫ અગ્નિ સળગાવવાને અરણીના કાદ સમાન, પ્રતાપ રૂપી સુર્યને ઢાંકવાને મેઘ સમાન; કલેશનું ક્રિડા ગૃહ; વિવેક રૂપી ચકને ગળી જવાને રાહુ સમાન, આપતિ રૂપી નદીઓના સમુદ્ર સમાન; અને કીર્તિ રૂ૫ લતાના સમુહને નાશ કરવામાં હસ્તી સમાન એ જે લેભ તેને પરાભવ કરે,
લોભ ધર્મ રૂ૫ વનને બાળી નાખે છે, અને દુઃખે વિપતિએ રૂપી રાખને પેદા કરે છે, અપકીતિ રૂપી ધુમાડે પ્રસારે છે, અને ધન રૂપ ઈધનના આવવાથી ભાગ્નિ વધારે દીપ થતાં સઘળા સદ્ગુણે તેમાં પતંગપણે પામીને બળી મરે છે.
ચારિત્ર. સમ્યગુ દર્શન, અને સભ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, સખ્ય ચારિત્ર અંગિકાર કરવું જોઈએ.
પહેલાં કદી સમ્યગ જ્ઞાન પ્રાપ્ત વિના પાપ ક્રિયાને ત્યાગ કરી ચારિત્રને ભાર ધારણ કરે છે તે ચારિત્ર સમ્યનું ચારિત્ર કહેવાય નહી. જેમ અજાણી વ્યક્તિ સેવન કરવાથી મરણને સંભવ છે, તેમ જ્ઞાન વિના બરિત્ર અવનથી સંસારની વૃદ્ધિ થવાનો સંભવ