________________
૩૩૦
બુદ્ધિપ્રભા.
તપથી કાની પરંપરા નાશ પામે છે, દેવતાઓ સેવા કરે છે કામ વિકાર શાન્ત થાય અને ઈન્દ્રીય દમન થાય છે,
જેવી રીતે વનને બાળવાને જાવાગ્નિ શીવાય બીજું સમર્થ નથી; વાગ્નિ શમાવવા, મેઘવિના અન્ય કોઈ શક્તિમાન નથી, અને મેઘનાં વાદળાને વિખેરી નાખવાને વાયુવિના અન્ય કોઈ નિપુણ નથી તેવી રીત્યે કર્મના સમુહને હરવામાં અન્ય કોઈ સમર્થ નથી.
જેઓ તપ કરે છે તેમનામાં, તપ, સમતા, જ્ઞાન, ઇન્દ્રીય નિધિ, નિર્ભયતા, શ્રદ્ધા, અને ભોગ વિગેરે અનેક સંપત્તિ આવીને મળે છે, ટુંકમાં તપ વડે સર્વ લબ્લિ પમાય છે અને સર્વોપરિ સુખી થવાય છે.
ભાવ, ( શુદ્ધ ભાવના, ) જેવી રીતે નિરાગી પુરૂષને વિશે સ્ત્રીનો કટાક્ષ નિફળ છે, કંજુસ શેઠની સેવાનું કષ્ટ નિષ્ફળ છે, પથ્થર ઉપર કમળ વાવવાં નિબળ છે, ખાખર વાળી જમીનમાં વેદ નિષ્ફળ છે તેમ, તપ, જપ, દાન ઇત્યાદિ સર્વ ભાવના વિના નિષ્ફળ છે,
જે માણસ સર્વ વસ્તુ જાણવા ઈચ્છતા હોય ધર્મને કરતે હોય, દયા ધારણ કરવાને ઈચ્છતે હોય, પાપ માપવાને ઇચ્છતું હોય, ક્રોધને ખંડન કરવાને ઈચ્છા હોય, દાન, શિયાળ, તપના ફળને સફળ કરવા ઇચ્છતા હોય, કલ્યાણની શુદ્ધ ઇચ્છતા હોય, અને સંસાર સમુદ્રમાંથી પાર પામવા ઈચ્છતા હોય તો તેણે શુભ ભાવનાઓ લાવવી.
શુભભાવનાઓ, વિવેકને વધારનાર, સમતાને સજીવન કરનાર, કામાગ્નિ બુજાવનાર, અને ચળાયમાન ઇદ્રાયરૂપ મૃગને બાંધવાને પાસ સમાન છે માટે તેનું સેવન કરે, બીજાં અનુદાનની જરૂર મથી,
બહુ દાન આપ્યાં, સમગ્ર શાસ્ત્રનું અધ્યયન કર્યું. ભયંકર ક્રીયાકાન્ડ ર, વારંવાર ભૂમિને વિશે શયન કર્યું તીવ્ર તપશ્ચર્યા કરી, અને ચિરકાળ સુધી સંયમ-કે ચારિત્ર પાળ્યું પરંતુ ચિત્તને વિશે શુભભાવ નથી તે એ સર્વે રેતરાં ( કશકા ) ખાંડવાની પેઠે નકામું છે અર્થાત એક કણ પણ નપજવાને નથી.
પિતાના હિતની વાંછામાં નિપુણ માણસેએ ક્રોધને મૂળથીજ ઉછેદ કરવું જોઈએ, દારૂવડે ચિત્તમાં વિકાર થાય છે તેમ ક્રોધવડે પણ તે જ વિકાર થાય છે, સાપ સર્વને ત્રાસ દાયી છે તેમ ક્રોધ પણ સર્વને ત્રાસદાયી છે, અગ્નિથી શરીર બળીને નાશ પામે છે તેમ કેવડે પણ શરીર બળી ગળીને નાશ પામે છે, ઝેરવડે આપણે નાશ થાય છે તેમ કાલવડે જ્ઞાનનો નાશ થાય છે.
ગ્ને કલ્યાણની પંક્તિરૂપ પુણ્યની શ્રેણિ ઉત્પન્ન કરી છે, અને શમતારૂપે જળથી સિચીન ચારિત્રરૂપ વૃક્ષને ઉછેરીને મહેણું કર્યું છે, તે વૃક્ષ ક્રોધરૂપ અગ્નિની પાસે જાય તે તે ભસ્મ થઇ જાય છે.
કોઇ સંતાપને વિસ્તાર છે. વિવેકને ભેદી નાખે છે, મિત્રતાનો નાશ કરે છે, ઉદેગને ઉત્પન્ન કરે છે, અસત્ય વચનને જન્મ આપે છે, કલેસ કરાવે છે, કીર્તિનું ઉચ્છેદન કરે છે,