________________
૩૨૮
બુદ્ધિપ્રભા
નાશ તે તો થાય છેજ. લક્ષ્મી નદીની પેઠે નીચમાં જાય છે, નિદ્રાની પેઠે ચતઓને વિનાશ કરે છે, મદિરાની પેઠે મદનું પોષણ કરે છે, ધુમાડાના સમુહની પેઠે અસ્થિરપણને ભજે છે, દાવાગ્નિની પેઠે તૃષ્ણને વધારે છે. અને કુલટા ત્રીની પેઠે સ્વેચ્છાએ ભ્રમણ કરે છે.
ધનને ધિક્કાર છે કે જયાં ધન હોય છે ત્યાં દાવેદારો (એક ગોત્રમાં જન્મેલા ) ઇચ્છા કરે છે, ચાર લોકે ચેરી લઈ જાય છે, રાજાઓ છળ કરીને લઈ લે છે, અગ્નિ ક્ષણ માત્રમાં ભસ્મ કરે છે, જળ દુભાવી દે છે, જમીનમાં સંતાડેલી માને વ્યંતર દેવતાઓ બળાત્કારે હરી જાય છે, અને દુરાચારી પુત્રે વિનાશ કરે છે.
માનવંતા માણસે પણ દ્રવ્યના અર્થ થઈને નીચ પુરૂષોની આગમ મીઠું મીઠું બોલે છે, ( ખુશામત કરે છે ); નિચ પુરૂષોને નમસ્કાર કરે છે, નિર્ગુણી શત્રનું પણ ઉચે સ્વરે ગુણને જાણનારા સ્વામીની સેવા કરવામાં પણ કાંઈ દુઃખ ધારતા નથી. આવી રીતે સ્વત માણસે પણ દ્રવ્યના અર્થ શું શું કઈ નથી કરતા ?
પાત્રમાં પુરૂષને આપેલ દાનવડે સદાચરણની અને વિનયની વૃદ્ધિ થાય છે, જ્ઞાનને ઉન્નત કરે છે, શમતા રસનું પિષણ કરે છે, તપને પ્રબળ કરે છે, શાસ્ત્રને વાસ કરે છે, પુણ્યને ઉત્પન્ન કરે છે, પાપને વિનાશ કરે છે, સ્વર્ગ અને મોક્ષને વિસ્તાર કરે છે.
ઉપદ્રવને નાશ કરનારું અને સંપતિનું કારણભૂત એવું જે દાન તેને જે પુરૂષ પાત્રજનને આપે છે, તે પુરૂષના સામું દારિદ્રય જોતું નથી, દર્ભાગ્ય તેને સેવતું નથી. અપપશ તેને આશ્રય કરતે નથી, પરાભવ તેની અભિલાષા કરતો નથી, વ્યાધિ તેનું શોષણ કરતો નથી, દીનતા તેને આદર કરતી નથી, ભય તેને પીડત નથી અને આપત્તિઓ અને કલેશ પમાડતી નથી.
જે પુરૂષ પુથાર્થ દ્રવ્ય આપે છે તે પુરૂષની લક્ષ્મી ઈરછા કરે છે, તેને બુદ્ધિ શેાધે છે, કીર્તિ જુએ છે, પ્રીતિ ચુંબન કરે છે, સિભામાં સેવા કરે છે. આ ગ્રતા આલિંગન કરે છે, કલ્યાણની પરંપરા તેની સન્મુખ આવે છે, સ્વર્ગના ઉપગની પદ્ધતિ તેને વરે છે અને મેક્ષ સ્ત્રી તેની વાંછા કરે છે.
જે પુરૂષ પિતાના વિશાળ દ્રવ્યરૂપ બીજને સાત ક્ષેત્રમાં વાવે છે તે પુરૂષને સુખ સંપતિ સમીપ વર્તે છે, કીર્તિ દાસી થાય છે, લમી તેને મળવાને ઉત્કંઠીત થાય છે, બુદ્ધિ નેહવાળી થાય છે, ચક્રવર્તીપણાની વૃદ્ધિ પરિચય વાળી થાય છે, સ્વર્ગ લા હાથમાં આવે છે, અને મેક્ષની સંપત્તિ અભિલાષાવાળી થાય છે.
કુપાત્રને લક્ષ્મીનું દાન આપવાથી, દુરાચારની વૃદ્ધિ થાય છે, વિનયને નાશ થાય છે, જ્ઞાન વિનાશ પામે છે, અધિરાઇ ઉત્પન્ન થાય છે, તપ જ્યાદિનો સદંતર નાશ થાય છે, શાસ્ત્રને લેપ થાય છે, પાપ ઉત્પન્ન થાય છે, પુન્યને વિનાશ થાય છે, નરક અને પશુ ગતિમાં જન્મ આપવો પડે છે.
- પુણ્યના કામમાં જે લક્ષ્મી વાપરતે નથી તેની લમી બીજી રીતે નાશ પામે છે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અપકીર્તિ થાય છે. અપ્રીતિ ઉપજે છે, નામ રહેતું નથી, આરોગ્યતા આલિંગન કરે છે અકલ્યાણની પરંપરા તેની સનમુખ આવે છે.
આત્મજ્ઞાન પેદા થાય તેવો નિમિતિની રચનામાં પૈસો તે દ્રવ્ય સન્માર્ગ વ્યય છે.
જ્ઞાનમાં પેસે ખર્ચવે તે સન્માર્ગે વ્યય છે, સર્વ પાપકર્મથી રહિત એવાં ધર્મ પ્રીપુરૂના અડ્યુદય માટે દ્રવ્ય ખર્ચવું તે સભા થય છે, ઘણું પાપ તજ્યાં છે, અને