________________
૩૦૮
બુદ્ધિપ્રભા
સારી રીતે કરે માટે એને સારું રાજકીય શિક્ષણ પણ આપવું જોઈએ. આ પ્લેટના સિદ્ધાંત વિષે હવે મતભેદ થવે શક્ય નથી. સ્ત્રિયોની વેશ્યતા વિષે એના વિચાર એટલા ઉદાત્ત અને પુરોગામી છે કે, મતાભિલાષી ત્રિાની અથવા હેના પુરસ્કર્તાઓની પણ ત્યાં સુધી નજર પહોંચી નથી, સ્ત્રી પુરૂષમાં વાસ્તવિક ભિન્નતા નથી, એઓના ગુણધર્મ અને એઓનાં કાર્યો પુરૂષના ગુણધર્મ અને કાર્યથી ભિન્ન છે એ કલ્પના નૈસર્ગિક ન હાઈ વરસ્તુતઃ એથી વિરૂદ્ધ છે ઇત્યાદિ તેના વિચાર અતિશય માર્મિક હાઈ મનનીય છે. તેમ જ રાજ્ય પદ્ધતિ ગમે તે પ્રકારની હે, રાજ્ય કારભાર સાનના સખ્ત પાયા પર ઘડાએ હવા જોઇએ એ પણ તત્વ અત્યંત મહત્વતાનું છે. ઈગ્લેંડ, કાન્સ અમેરિકા વિગેરે પાશ્ચાત્ય દેશના હાલના રાજકીય તત્વવેત્તાએ પણ આમ જ કહે છે. રાજ્યને સંકલિત જ્ઞાનની આવશ્યકતા નથી, હેને ઠેકાણે વ્યાવહારિક ક્ષમતા (Practical ability ) હેાય એટલે બસ છે એ તત્વ નૃશંસ છે એવા આ તત્વવેત્તાઓ આશ કરતા છે, જેના હાથમાં રાજસત્તા છે કિંવા જેના પર રાજ્યકારભાર સારી રીતે ચાલે છે કે નહીં એ જોવાની જવાબદારી છે, તેઓએ રાજકીય શાસ્ત્રનું અને હેની સાથે નિકટ સંબંધ ધરાવતાં અન્ય શાસ્ત્રોનું સારું જ્ઞાન સંપાદન કરવું જોઈએ, એમ તે સ્પષ્ટ કહે છે, આ રાજકીય જ્ઞાનની આપણું હિન્દુસ્થાનમાં કેટલી આવશ્યક્તા છે એ કહેવાનું કારણ નથી.
પ્લેટોના સમયમાં નીતિશાસ્ત્ર (ethics) અને રાજકીય શાસ્ત્ર (political science) એ બેની ભિન્નતા થઈ ન હતી. શાસ્ત્રના વ્યવસ્થિત અધ્યયન માટે આમ શા-શાસ્ત્રોમાં બે મત બતાવો ગમે તેટલે આવશ્યક હોય તે પણ હેમાંથી એક મોટી ઓટ જણાવાને સંભવ રહે છે. તે એકે મનુષ્ય કિવા મનુષ્યસમાજ એને જે વ્યાપક બુદ્ધિથી વિચાર થો જોઈએ તે થતું નથી, અને મનુષ્યના અથવા સમાજના એકાદ વિશિષ્ટ અંગને વધુ મહત્વ મળવાને સંભવ રહે છે. સગુણ સંવર્ધન એ સરકારનું પ્રત્યક્ષ કર્તવ્ય છે કે નહીં, સદ્ગણું સંવર્ધન વિના સુખ સંવર્ધન થવું અશક્ય છે એ તત્વ રાજકર્તાઓએ ભૂલવું છછ નહીં. સરકાર એક પ્રચંડ શક્તિ છે અને જે કે તે સમાજથી જ ઉત્પન્ન થાય છે તે પણ હેને સમાજ પર એટલો પ્રચંડ આઘાત હોય છે કે, સદ્ગુણ પણ એ કામ અમારું નહીં એ તે સમાજનું છે એમ સરકાર કહે એ ચાલે નહિ. વ્યક્તિ વિષયક યોગ્ય સ્વાતંત્ર્યમાં ભંગ ન પાડતાં સદ્દગુણ સંવર્ધનનું કાર્ય પ્રત્યક્ષ કિવા અપ્રત્યક્ષ રીતે જેટલું કરી શકાય એટલું સરકારે કરવું જ જોઈએ. પ્રજાએ સણું સંપન્ન થવું એ શાસનપદ્ધતિનું અંતિમ ધ્યેય અથવા કાર્ય છે એ સેટના તત્વ તરફ આવી દષ્ટિથી જોઈએ તે છે કે એમાં શાસ્ત્રમિશ્રણને દોષ હેય તેપણ એમાં વ્યાપક નિરીક્ષણને ગુણ અંતર્ગત્ત છે. રાજકારણ એ શાસ્ત્ર છે, અને સદ્ગણું સિવાય પ્રજા સુખી થશે નહીં એ બને તો, મુત્સદી અધિકારી અને રાજકીય કાર્યવાહક જે પ્રમાણમાં ધ્યાનમાં રાખશે તે પ્રમાણમાં સમાજને વિજય થશે.