SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્લેટોની રાજકીય સુધારણું. ૩૦૧ -~- ~~ - ~ નૈતિક શાસ્ત્રને અને અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરવે જોઈએ, અને હેમાં પ્રવિણ્ય મેળવ્યા પછી પાંત્રીથમે વર્ષે એણે સૈનિક કિંવા અન્ય ખાતામાં નેકરી લઈ વ્યાવહારિક જ્ઞાન ને અનુભવ પ્રાપ્ત કરી લેવા જોઇએ. આવી રીતે એણે ૧૫ વર્ષ ગાળવાં જોઈએ. આમ પચાસ વર્ષના મનુષ્યમાં જે પિતાના જ્ઞાન અને આચરણમાં ચઢતે હેય એવાના હાથમાં રાજ્યસત્તા આપવી જોઈએ. એ રાજ્યાધિકારારૂઢ થયા પછી એણે પિતાનું બાકીનું આયુષ્ય રાષ્ટ્રસેવામાં અને તત્વજ્ઞાન સેવામાં ગાળવું. આવા જ્ઞાની સુશિક્ષિત, વયોવૃદ્ધ, અનુભવી, સ્વદેશનિક અને સર્વગુણસંપન તત્વવેત્તાના હાથમાં રાજકારભાર આવ્યા પછીની રાષ્ટ્રસ્થિતિ સર્વત પરિ ઉત્તમ થયા વિના રહેશે નહીં. પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ સર્વોત્કૃષ્ટ છે એ સિદ્ધાંત પ્લેટોએ પોલિટિકસ ગ્રંથમાં પતિપાદન કર્યો છે. એજ સિદ્ધાંતનું “ રિપબ્લિમાં ” વિસ્તારશઃ વિવેચન કર્યું છે. પરંતુ પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ નિયમબદ્ધ હોવી જોઈએ એને “રિપબ્લિકમાં સ્પષ્ટ ખુલાસે કર્યો નથી. * રિપબ્લિક” ગ્રંથ પ્રથમ લખેલે અને પછીથી “ પોલિટિકસ ' ગ્રંથ લખેલે એ જે ખરું હેય તે રાજ્યસત્તા જ્ઞાનીના હાથમાં હોવી જોઇએ એ પ્લેટનું મત પ્રથમ નિશ્ચિત થયું અને પછી તેને લાગવા માંડ્યું કે રાજ્યસત્તા નાનીના હાથમાં હેવી જોઈએ એટલું જ નહીં પણ તે નિપ્રતિબંધ હોવી જોઈએ. આવી હેના વિચારની ઉક્રાંત થઈ હોવી જોઈએ એમ લાગે છે. હશે. ઉપરની રાજ્યપદ્ધતિ ઉત્કૃષ્ટ હોય એ ચિરસ્થાયી થાય એમાં શંકા નહીં. પરંતુ જેને આદિ છે હેને અંત પણ છે એ તવ પ્રમાણે એ ત્રણ કાલાંતરે નર થયા વિના રહેશે નહીં ઉત્કૃષ્ટ પ્રજોત્પત્તિશાસ્ત્ર (fingenic )ના અને કુલપરંપરા ( credity )ના નિયમ એટલા સુક્ષ્મ છે કે મનુષ્ય ગમે તેટલો નાની હોય તે પણ હેની બુદ્ધિ બહાર એ ગણાય, એટલે તત્વજ્ઞાની રાજ્યકર્તા (Philosopher-king) ગમે તેટલી ખબરદારી રાખે તે પણ વચમાં વચમાં પરસ્પર સ્ત્રી પુરૂષોના અગ્ય સમાગમ થયા સિવાય રહેશે નહી અને તે પણ યથાવિધિ ને ચોગ્ય કાળે થશે નહીં તેથી કનિક દરજનની પ્રજા નિર્માણ થશે ને કાલાંતરે શિક્ષણ બગડશે. તે પછી સોનેરી માણસ કયાં, પેરી કયાં અને પિત્તલનાં કયાં એ જાણું વાની રાજકર્તાની શક્તિ નષ્ટ થઇ તત્વવેત્તાના હાથમાંથી સત્તા હતી ન હતી થશે. જે પ્રકારની પ્રજા હેય તે પ્રમાણે હેનું રાષ્ટ્ર અને રાજ્યપદ્ધતિ પણ હોય છે ને પ્રજાની આવનતિ થતી ચાલી એટલે રાજ્યપદ્ધતિ પણ અવનત થયા વિના રહેતી નથી. તેથી પ્રથમતઃ ઉપરની સજ્યપદ્ધતિ દુષિત હાઈ ઓજસ્વી પરંતુ શાન રહિત મનુષ્યના હાથમાં સત્તા આવશે. તેઓને યુદ્ધ સિવાય બીજું કંઈ સકશે નહીં. અને પ્રોગ્ય છે ને હું પણ પરકીય લેપર સ્વારી કરી તેઓની સંપત્તિ લૂટી લાવી પિતે ગમ્બર થવું એજ રાજ્યકર્તાનું ઉદિષ્ટ છે એવું એએને લાગશે. આ રાજયપદ્ધતિને સંગ્રાતિક વૈભવાસા જનસતાક રાજ્યપદ્ધતિ ( Dimo... cracy Timarchy ) કહે છે. એ પછી અધિકાધિક કનિષ્ટ પ્રતીની જે રાજ્યપદ્ધતિ છે તે નીચે પ્રમાણે --(૧) સધનસત્તાક રાજ્યપદ્ધતિ (Oligarchy) એમાં શ્રીમતિના હાથમાં સર્વ રાજ્યસત્તા હોય છે મરીબ સર્વરી અધિકારરહિત હોય છે. જે મત તે અધિકારી એ આ પદ્ધતિનું તત્વ છે. (૨) સામાન્ય જનસત્તાક રાજ્યપદ્ધતિ (1)ennocracy) શ્રીમંત અધિકારીઓનાં બાળક પિતાની સર્વ સંપત્તિ મનમાં આવે તેમ વેડફી નાંખી નિધન
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy