________________
૧૩૦
બુદ્ધિપ્રભા
शुद्ध श्रावीकाना शणगार !
(માલણ ગુંથીલાવ ગુણિયલ ગુજરા–એ રાગ.) સુઘડ સતી શ્રાવકા ગુણવાળી, પહેરે સાડી શીયળની રૂપાળી. સુઘડ
પહેરે લજજા કસુંબલ ચાળી, ધર્મ શ્રદ્ધાના રંગે ઝબોળી. દયા દરજીએ હશે શીવેલી. સુઘડ. કર કંકણું કરૂણાનું ધારે, પર નિન્દાને દુર નિવારે ચડે શમતાને શેલે રૂપાળે. સુઘડ. વિશ્વ બધુતા વીંટી રૂપાળી, જડી શાંતિ હિરે રઢીઆળી; સદ્ભાવ સુન્દરતા રસાળી.
સુઘડ. નીતિ, મેહ-ન મૈક્તિકમાળા, પહેર્યું નિન્દક ભરશે ઉચાળા; કબંધ થકી રખવાળાં.
સુઘડ, ઉપગનું અંજન આપે, વૃત્તનિયમ ડાબલીએ રાખે; શમતાથી જગત માર સાખે.
સુઘડ. પ્રભુભક્તિથી અંગ પખાળી, વિશ્વના આરસે ભાળી; રાએ વદનની કાંતિ નિહાળી. ' સુઘડ. ટાકી કુમકુમ નાથની સેવા, કરે ભાવે મળે સુખ મેવા; પ્રીતે અખંડ સૌભાગ્યને લેવા. સુઘડ. ધ્યાન રવામિ તણું મન ધરવું, ચરણે નુપુર સંચમ કેરૂ ધરવું, કાર્ય પરઉપકારનું કરવું.
સુઘડ સશીલ રૂમાલ રૂપાળ, વૈરાગ્ય કીનારી વાળા, હેય રેશમી રૂડે રૂપાળે.
સુઘડ, કર્ણ કુલ કનકનું ધરવું, અંતરાત્મ પ્રદેશે વિચરવું; ધ્યાન હેયયાદિનું ધરવું. સુઘડ. ગુરૂસેવા કટાસણું રાખે, રૂડો વિનય વડિલને દા; સત્ય પન્થ વચન શુભ ભાખે. સુઘડ. નવતત્વને અવળે ન ચૂકે, પદવ્ય ઘેરી બાંધી મુકે; પ્રતિક્રમણ ઝોલે નિત્ય ઝુકે. સુઘડ. જેવું બેલે તેવું તમે ચાલે, રાગ દેશને મેલ પખાળે; શુદ્ધ શ્રાવીકાઓ બની માહલે. સુઘડ. સા આભૂષણો પઢિઆળાં, આત્મજ્ઞાન ભર્યા મર્માળ, મળે મુક્તિ તણી મણિમાળા. સુઘડ.
તંત્રી.