________________
૧૫૬
બુદ્ધિપ્રભા
બધું માન આપવામાં આવે છે કે ઘણી વખતે તેમની ગાડીને ઘોડા છે નાંખી માણસો તેમની ગાડીએ ખેંચી લઈ જાય છે. આ બધે પ્રભાવ તેમની વિદ્યા અને કેળવણીનેજ છે કે જેથી તેઓ પિતાનું કર્તવ્ય સમજી શક્યા છે અને તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મહા જ્ઞાની પુરૂષોનાં ચરણમાં મસ્તક મૂકી પૂજા કરવાના અનેક રાજાના છતે આગળના ઈતિહાસ પરથી આપણને માલુમ પડે છે. કેટલી વખતે આપણે જોઈએ છીએ કે જેમની પાસે એહવા, પાથરવાને પણ પુરતા સાધન નથી હોતાં, એક ટંકનું ખાવાનું પણ પાસે હેતું નથી એવા ચિંથરેહાલ સાધુ–સન્યાસીઓની ચરણરજમાં લક્ષાધિપતિ અને કરોડધિપતિઓ પિતાનાં ધન અને સત્તાના દોરદમામને ત્યજી દઈ આળેટતા જણાય છે. કોઈ કહેશે કે તેઓ ભેખધારી મુનીઓ છે અને તેથી તેમના ભેખને નમન કરવામાં આવે છે. પરંતુ તેમ સઘળે રળેિ હોતું નથી. પીળાં અને ભગવાં વસ્ત્રધારી અનેક ભેખધારીઓ ફરે છે તેમાંના કેટલાકનાં આહાર, પાણીની શી વ્યવસ્થા છે અને ક્યારે આવીને ક્યારે જાય છે તેની કઈ પુછપરછ કરતું નથી. જયારે જ્ઞાની અને વિદ્યાવાન લેખધારીઓના આવાગમનના સમાચાર સાંભળી ઘણું ઉલ્લાસમાં આવી જઈ લેક તેમને સામૈયું કરી મહા ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવે છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે જ્ઞાન સિવાયને લેખ પણ યથાયોગ્ય પુજાતે નથી. આ બધે પ્રભાવ પૈસાને નહિ પણ વિદ્યાને છે. એક વખતે એક ધર્મમંદિરની છત ઉપર કેટલાએક જ્ઞાની મહાત્માઓનાં ચિત્રે કઢાવવામાં આવ્યાં હતાં જે તૈયાર થયા પછી ચિત્રકારને પુછવામાં આવ્યું કે આ પુરૂષને અલંકાર કેમ પહેરાવ્યા નથી ત્યારે તેણે કહ્યું કે એ ઉચ્ચ સ્થાન મેળવવાને કાંઈ તવંગરજ થવું પડતું નથી. ખરેખર વિદ્યાને આભૂષણ અને ટાપટીપની કાંઈ જ જરૂર નથી કારણ કે તે પોતે જ સઘળું રવયં છે. વળી કહ્યું છે કે
विद्या नाम नरस्य रूपमधिकं पृच्छन्न गुप्तं धनं । विद्या भोग करी शश: मुख विद्या गुरुणा गुरुः ।। विद्या बंधुजनो विदेश गमने विद्या परा देवता ।
विद्या राजसु पूजिता न तु धनं विद्या विहीनः पशुः ।।
ભાવાર્થ-વિદ્યા માણસને અધિક સુંદરતા આપે છે, તે ગુપ્ત ધન છે વિદ્યા ભેળ, યશ અને સુખનો આપવાવાળી છે, વિદ્યા ગુરૂને પણ ગુરૂ છે, પરદેશમાં વિદ્યા બંધુ સમાન સહાય આપે છેવિદ્યા એ માટે દેવ છે, રાજ્યમાં ધન નહિ પણ વિદ્યા પુજાય છે અને વિદ્યા વગરનાં મનુષ્ય પશુ સમાન છે.
વિદ્યાની મહત્તા સ્વિકારતાં એથી પણ આગળ વધીને હિતેપદેશમાં