SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મી અને સરસ્વતીની મૂળ સ્વરૂપમાં તુલના. ૧૫૫ અને તીખી તરવાર ફેરવવા માંડે છે ત્યારે વાતેડીઆ બહાદુર પાછલી પેઠે પલાયન કરી જાય છે તે જ પ્રમાણે લક્ષમીના દાસે સુજન સમાજ અને વિજ્ઞાન તથા સાહિત્યના ક્ષેત્રમાં સરસ્વતીના ઉપાસકના દર્શન થતાંજ ચુપકી પકડે છે. કારણ કે શાસકારો કહી ગયા છે કે અજ્ઞાન માણસે મતે સમ છે ઇંક મરધે વલા થા છે એટલે કે હંસની સભામાં બગલે ઘણે વેત હેવા છતાં પણ તે નથી તેમ વિદ્વાનોની સભામાં અભણ માણસે શેભતા નથી વળી એવું કહેવામાં આવે છે કે “વસુ વગરના નર પશુ” આ ઉક્તી કદાચ સત્ય મનાતી હોય પરંતુ તે જ્ઞાની અર્થાત્ ભણેલા અગર કેળવાયેલા વર્ગ માટે તે નહિજ કારણ કે જ્ઞાની માણસે ગમે તે રસ્તે, ગમે ત્યાંથી, પિતાને જરૂર જેટલું ધન ગમે ત્યારે મેળવી શકે છે. આપણું અને બીજા સઘળા દેશમાં ચાલતી સઘળી પોપકારી સંસ્થાઓ, જેવી કે વનિતાવિશ્રામ, વિધવાશ્રમ, અનાથાશ્રમ, મફત ઔષધાલયે, શાળાઓ અને સદાવૃતે ઘણા પૈસાવાળાને નામે ચાલે છે પરંતુ તે સઘળાં જ્ઞાની કેળવાયેલા માણસના ઉપદેશથી જ. વિદ્વાન ભાષણકર્તાઓની મેહક, હૃદયભેદક, અને તાદ્રશ્ય વચાતુર્યથી અનેક કંજુસ ગૃહરાનાં હદય પીગળી જાય છે, અને પરોપકારાર્થે પોતાની મિલકતને ઘણો મોટો ભાગ તેમની આગળ રજુ કરી દે છે. આ ઉપરથી સિદ્ધ થશે કે આવા વિદ્વાન નરે ભલે વસુ વગરના હોય પરંતુ તેઓ પશુ સમાન તે નથી જ, લફમીની બાજુ તપાસી. હવે આપણે સરસ્વતીના તરફ દષ્ટિ કરીએ. સરસ્વતીના સેવકો અને સત્ય નિરીક્ષણ કરવાવાળા એવું ભાર દઈને કહી ગયા છે કે, “વિદ્યા વિના પપશુઓ જેમ પિતાનું પેટ ભરવા ઉપરાંત બીજું કાંઈ પણ કરી શકતાં નથી તેજ પ્રમાણે અભણ મનુષ્ય અજ્ઞાન રહેવાથી એહક સુખ ભેગવવા ઉપરાંતનું પિતાનું કર્તવ્ય જાણતાં ન હોવાથી, તેઓ વધુ કાંઈ પણ કરી શકતાં ન હોવાથી પશુ સમાન ગણાય એમાં આશ્ચર્યજનક શું ? વળી જીવન સાફલ્યના હેતુઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વરતુઓ સાધવાનું ઉત્કૃષ્ટ સાધન જ્ઞાનજ છે કારણ કે જ્ઞાનથી વિનય અને વિવેક મળી શકે છે ને ઈચ્છીત વર મેળવવાનું મોટું સાધન છે. લક્ષમી કરતાં વિદ્યા ઉતરતી નથી એટલું જ નહિ પણ તેનાં કરતાં ઘણે દરજજે શ્રેષ્ઠ છે એમ સાબીત થઈ ચૂક્યું છે. કહ્યું છે કે વિā ૪ नृपत्वं च नैव तुल्यं कदाचन स्वदेशे पूज्यते राजा विद्वान सर्वत्र पूज्यते ॥ એટલે કે વિદ્વાનપણું અને રાજાપણું કદી પણ સરખાં હોતાં નથી કારણ કે રાજ ફક્ત પોતાના દેશમાંજ માન સન્માન પામે છે જ્યારે વિદ્વાને સઘળે ઠેકાણે પૂજાય છે. એ આપણે ઘણી વખતે જોઈએ છીએ કે રાજા પિતાની હદની બહાર ગયા પછી ભાગ્યેજ માનને પામે છે પરંતુ વિદ્વાન પુરૂષે જે કે તેઓ ગૃહસ્થ નથી તેઓ કઈને કાંઈ આપી દેતા નથી છતાં તેઓને એટલું
SR No.522098
Book TitleBuddhiprabha 1917 11 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size960 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy