________________
હવે આપ નૃપાલ છે.
૧૪૭
નદી કિનારેથી ફરીને સવારમાં જયારે તે પાછા ફરતે ત્યારે શિયાળાના સૂર્યનાં કિર તેના શરીરમાં એ તે ઉત્સાહ પ્રદીપ્ત કરતાં કે જે માત્ર બે પ્રેમીઓના સમાગમથીજ ઉપજે છે. ઘેર આવતાં તે ઘણી વેળા તેની સાળીને કોઈક જાતનું ખાવાનું તૈયાર કર્તજ દેખતે. તે પિતાની મદદ આપવા જતે અને તેમાં માત્ર પિતાનું અજ્ઞાન અને બુદ્ધિની ખામીનું જ દીદર્શન કરાવતે. છતાં એ નભે અભ્યાસથી પિતાને સુધારવાની ચિન્તાવાળ બીલકુલ જણાતે ન હતું. ઉલટા એતો તેની સાળી તરફથી મળતા ઠપકામાં આનંદ માનતે. મસાલા ભેળવવામાં પણ ઉતારવામાં, બળી જતું અટકાવવામાં, તે એક બાળક સમાન અશક્ત હતે એવું જણાતાં તેને ઘણું લાગી આવતું અને તેના બદલામાં તેને ઠપકે અને દયાજનક હાસ્યજ મળતાં.
બરે તે તેની સાળીના આગ્રહને લીધે વાદી ભેજન હેટા પ્રમાણમાં જમતે, પછી રમત રમવા બેસો. જેમાં તે આવડને અભાવજ દર્શાવતું. તે લુચ્ચાઈ કરતે, બીજાની બાજુમાં નજર નાંખતા અને લડત–પણ જરાએ જીતતે નહિ, અને વધારામાં તે હાર કબૂલ કરતેજ નહિ. આથી તેને સો ઠપકો આપતું પણ તે તે “હુવા સો હુવા.”
એક બાબતમાં તે સંપૂર્ણ સુધરેલ હતું. તે વેળાએ તે તેનું અંતિમ લક્ષ્ય સાહેબ લકનો પ્રસાદ મેળવવાનું હતું તે બાબત તેના લક્ષ્ય બહાર જતી રહી હતી. આપણ નજીકનાં અને આપણું વડલાને પ્રેમ અને સન્માન મેળવવાથી કેટલા સુખી અને માનનીય થવાય છે કે, તે સમજવા લાગ્યું હતું.
વધુમાં હવે નભેદુ તદ્દન નવાજ વાતાવરણમાં ફરતે હતે. લાવણ્યના પતિ, ત્યાંના વકીલ મંડળના નેતા, બાબુ નીલરત્ન ને ઘણુ માણસે, તે સાહેબ લેકને ઘણું ભાન ન આપવા માટે ઠપકે આપતા. મી. નીલર ન આવા ઠપકાના જવાબમાં કહેતા કે “હું આપને આભાર માનું છું. પણ ના, જે તેઓ મ્હારા બોલને સાદર ન કરે તે હું જે કંઈ સભ્યતા તેમના તરફ વાપરૂ તે વાળી ન શકાય તેવી ઓટ થાય. રણની રેતી ધૂળી અને ચળકતી હોય પણ હું તે બીજ કાળી જમીનમાં વાવીશ કે જ્યાંથી હું બદલાની આશા રાખી શકું.
જ્યારે એક બાજુ ભવિષ્યના વિચાર વિના નભેન્દુ પણ આવા વિચાર સેવવા લાગે, ત્યારે તેણે અને તેના બાપે કાળજીપૂર્વક તૈયાર કરેલી ભૂમિકામાં તેને રાયબહાદુર થવાની તક ઉગવા લાગી. અને તેને વધુ પાણીની જરૂર હતીજ નહિ. શું તેણે શહેરમાં એક સરતનું મેદાન, જ્યાં યુરોપીયને જતા, તે ઘણુ ખર્ચે તૈયાર નહોતું કરાવ્યું?