SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આપ નૃપાલ છે. ૧૪૫ ચળકતી નેન કટારીઓનાં અણીઆં તે તે ત્યારે તે બીચારે તેની મૂઈ કળતે અને પડતા હતા. લાવાયલેખા નામની સૈાથી મોટી બહેન, બીજી એપીના કરતાં ચાલાકોમાં અને સાન્દર્યમાં વધુ હતી. એક ઉત્સવના દિવસે, તેણે નભેદુના શયનગૃહની છાજલીપર, જતુઓથી ભરપુર જાની બૂટની જોડ મૂકી અને તેની આ જૂબાજૂ પૂપ, ચંદન, ધૂપ અને બે દીપ વિધિપુરઃસર ગોઠવ્યા. જયારે નબેન્દુ અન્દર આવ્યા, ત્યારે તેની બે સાળીએ બન્ને બાજુ ઉભી રહી અને ગંભીર મશ્કરી સાથે બોલી “આપના દેવને નમસ્કાર કરે. અને તેમના પ્રસાદથી આપને અભ્યદય થાઓ.” ત્રીજી સાળી નામે કીરણલેખાએ એક ચાદરપર કેટલાંક અંગ્રેજી નામ જેવાં કે “જેન, મિથ” વિ. રાતા રેશમથી ભરવામાં કેટલાક દિવસ ગાળ્યા અને જ્યારે તે તૈયાર થઈ ત્યારે સંપૂર્ણ વિધિ સાથે આ નામાવલી નો શેખરને તેણે ભેટ આપી, ચેથી સશક લેખા જે ઘણીજ ન્હાની ઉમ્મરની હતી અને તેથી કશા લેખામાં ન હતી તેણે એક વેળા કહ્યું “જમાઈસત! હું તમારે માટે એક સ્મરણ (માળા) તૈયાર કરીશ, જેથી તમે તમારા સાહેબનાં-દેવનાં-નામ રમરણું કરી શકે. તેની બીજી બહેને એ ઠપકો આપે કે “એ દોંગી કરી દૂર જા.” | નભેન્દુ શેખરના માબ કેમની અને શરમની લાગણીઓ ઉછળવા લાગી. છતાં તેની શાળાઓની સંગત છેડી શકે નહિ. ખાસ કરી મહેટી કે જે ઘણી જ સુંદર હતી તેનાથી તે દૂર થઈ શક્ય જ નહિ. તેણીના ડંખના કરતાં તેનું મધ કાંઈ ઓછું નહતું; અને નભેન્દુના હદયને એકની મીકતા અને બીજાની તeણતા ભેગવવી પડતી હતી. આવીજ રીતે પાંખને ઇજા થયેલું પતંગીયું, દૂર થવાને અશક્ત, આંધળુ થઈ પુષ્પની આજુબાજુ ગણુગયાં કરે છે. તેની શાળાઓની સંગતને મેહ, નબેન્દુને એટલે બધે લાગ્યું હતું કે તેણે યુરોપીઅનના પ્રસાદની અવગણના બતાવવી શરૂ કરો. જ્યારે વડાસાહેબને સલામ ભરવા જતા ત્યારે તે એ ઢોંગ કરો કે તે સુરેન્દ્રનાથ બેનરજીનું ભાષણ સાંભળવા જતું હતું. જ્યારે તે દાર્જીલીંગથી પાછા ફરતા છેટા સાહેબને રેલવે સ્ટેશન પર સલામ કરવા જતા ત્યારે તે જણાવતે કે તે તેના ન્હાના કાકાને મળવા જતા હતા. આ યુવાનની સાળી અને સાહેબ વચ્ચે, “સુમાંના સેપારી' જેવી
SR No.522098
Book TitleBuddhiprabha 1917 11 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size960 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy