SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ * ન ૧૨ બુદ્ધિભા. નિશ્ચય દ્રષ્ટિ હદય ધરીજી, પાળે જે વ્યવહાર પુન્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર મનમોહન જિન સીમંધર સુણે વાત.” ઉદાયન અને ચંડ પ્રવેતન રાજાની ક્ષમાપના સંબંધી વાત વિચારવા જેવી અને તે ઉપરથી સારે સ ધ લેવા જેવી નથી શું ? કોઈ પણ પ્રકારને અપરાધ મનથી, વચનથી કે કાયાથી ક, કરાવ્યું કે અનુમો હોય તે બની શકે તેમ જલ્દીથી તેજ દિવસે નહિ તે પાક્ષિક દિવસે, તેમ પણ બની નહિ શકે તે ચાલુ માસિક દિવસે અને છેવટે સંવરછરીના દિવસે તે જરૂર શુદ્ધ-નિષ્કપટ ભાવથી ગમે તે રીતે ખાવ જ જોઈએ. જોકે આ રૂઢિ આપણમાં ચાલે છે ખરી પરંતુ તેમ કરતાં તેના મૂળ હેતુ સચવાતા નથી તેથી તેવું જોઈએ તેવું શુભ પરિણામ મેળવી શકાતું નથી. વીતરાગ પ્રભુ આ ભવ્ય ના એકાન્ત હિત માટે જ ફરમાવેલી ક્ષમાપનાની ઉત્તમ રીતિ જે શુદ્ધ સરળ ભાવે અનુસરવામાં આવે છે તેથી એક બીજાનાં હદયે શુદ્ધ પ્રેમની સાંકળથી સંકળાઈ જતાં તેમાંથી જેવું જોઈએ તેવું ઐક્ય બળ પેદા કરી શકાય. સકળ દુઃખને અંત કરનાર અને સકળ સુખને મેળવી આપનાર મોક્ષના અનન્ય ઉપાયરૂપ સભ્ય રત્નત્રયીના ધારક અને કામ, કેપ, મોહ, મદ મસરાદિક અંતરંગ દુશમના વારક પવિત્ર સાધુ-સાધ્વીઓ શ્રી વીર પરમાત્માના વડીલ પુત્ર અને પુત્રીપણાને દાવ ધરાવે છે તેમ જ શુદ્ધ થા, વિવેક અને કરણીને આદરી શ્રી જિન વાને સાર્થક કરનાર શ્રાવક, શ્રાવિકાઓ શ્રી વીર પરમાત્માના લઘુ પુત્ર-પુત્રીપણાને કાયમ દા ધરાવે છે. તેમના પ્રત્યેક અણુમાં– મનમાં, વચનમાં અને કાયામાં શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે કે વિશુદ્ધ પ્રેમ હવે જોઈએ ? અને સઘળા સ્વધર્મ બંધુઓ તથા બહેને પ્રત્યે કેટલી બધી પ્રેમ ભરી લાગણી યા વાત્સલ્ય હોવું જોઈએ? એક બીજા તરફ કેટલે બધો સગુણાનુરાગ છે જોઇએ ? અને કોઈ પણ ધર્મબંધુ કે બહેનને દાખી સ્થિતિમાં દેખી તેનું ગમે તેવું દુઃખ દૂર કરવા કેવી ઊંડી લાગણી હોવી જોઈએ ? જો આપ શ્રદ્ધાને પાયે મજબૂત હોય અને આપણામાં વિવેક-દીપક પ્રગટ હોય તે આપણું આવું શુભ વર્તન હવું સ્વાભાવિક છે. પરંતુ એથી ઉલટું જ વર્તન હોય તે તે અશ્રદ્ધા અથવ: અંધશ્રધ્ધા તેમજ અજ્ઞાન અવિવે કને જ આભારી છે. શાસ્ત્રકારે જ્યારે નિર્પક્ષપાતપણે પરીક્ષા પૂર્વક શ્રદ્ધા કરવાનું કહે છે ત્યારે આપણે તેમ નહિ કરતાં અંધશ્રદ્ધા રાખી કામ કરીએ છીએ. તેનું પરિણામ પણ બધા શુન્યજ આવે છે. હવે અંધ શ્રધ્ધાથી વધારે વખત ચલાવી શકાય એમ નથી. હવે તે સહુએ પિતપોતાની જવાબદારી વિચારી લઈ પેચ માર્ગ ચાલવાની અને બની શકે તેટલી અન્ય જીવને મદદ
SR No.522097
Book TitleBuddhiprabha 1917 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1010 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy