________________
ગણીશ્રી ક્ષમા કલ્યાણજીત પ્રશ્નોત્તર-સાર્ધ શતકમાંથી ઉરિત સાર. ૮૮
૭ પ્રશ્ન–સમયવસરણમાં ગણધર કેવળી પ્રમુખ કઈ રીતે બેસે છે અને કણું કેણ ઉભા ઉભા જ પ્રભુની દેશના સાંભળે છે?
ઉતીર્થંકર ભગવાન ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને પૂર્વ સન્મુખ સિંહાસન મધ્યે બેસે છે, અને જે ત્રણ દિશામાં પ્રભુનું મુખ થતું નથી તે દરેક દિશામાં સિંહાસન ચાર છત્ર અને ધર્મચકવડે અલંકૃત તીર્થંકર જેવાજ પ્રતિબિંબ દેવકૃત રહે છે–દેવતાએ સ્થાપે છે. તેથી સર્વ લેકે જાણે છે કે ભગવાન અને મારી સામે દેશના દે છે. પ્રભુના અતિશયથી તે બિબે બરાબર પ્રભુ જેવાજ દેખાય છે. ભગવતનાં ચરણ પાસે ઓછામાં ઓછા એક ગણધર (સહથી વડે કે બીજે; પણ ઘણું કરીને વડેરોજ) હાજર હોય છે. તે પૂર્વકારથી પ્રવેશ કરી અનિકેણમાં પ્રભુની નજદીક પ્રભુને પ્રણામ કરીને બેસે છે. બાકીના ગણધરે પણ એજ રીતે પ્રભુને પ્રણમી, વડેરા ગણધરની પછવાડે અને પડખે બેસે છે. ગણધર મહારાજ બેડા પછી કેવળીએ પૂર્વદ્યારે પ્રવેશ કરી પ્રભુને ત્રણવાર પ્રદક્ષિણા દઈને અને “નમહ તીર્થય’ એમ વચનથી તીર્થરૂપ પ્રથમ ગણપરને પ્રણામ કરીને બધા ગણધરની પાછળ અગ્નિકોણમાં બેસે છે. પછી મન પર્યાવ જ્ઞાની, અવધિજ્ઞાની, ચિદ-દશા અને નવ પૂર્વધારી, અને અમેષિધિ પ્રમુખ વિવિધ લબ્ધિધારી મુનિજને પૂર્વદ્યારે પ્રવેશ કરીને ભગવંતને ત્રણ વાર પ્રદક્ષિણ અને નમસ્કાર કરીને તેમજ તીર્થને, ગણધરને તથા કેવળીઓને નમસ્કાર એમ કહીને કેવળીની પેઠે બેસે છે. બાકીના સાધુઓ પણ એજ રીતે અને વિશેષમાં અતિશય જ્ઞાનીઓને નમસ્કાર એમ બેલીને તેમની પછવાડે બેસે છે. એમ મન પર્યવ જ્ઞાની પ્રમુખ પણ નમતા છતા સ્વસ્વસ્થાને જાય છે. વળી વિમાનિક દેવીએ પૂર્વકારે પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈને અને તીર્થને તથા સર્વ સાધુ જનને નમસ્કાર એમ બોલીને સામાન્ય સાધુની પછવાડે ઉભી રહે છે. બેસતી નથી. એવી જ રીતે સાધીએ પણ પૂર્વદ્વારે પ્રવેશી બધું ઉચિત કરીને વિમાનિક દેવીઓની પછવાડે ઉભી રહે છે. અને ભવનપતિ જતિષ્ક અને વ્ય
ત્તર દેવીએ દક્ષિણદારે પસીને, ઉચિત સાચવી, નૈરૂત્ય કેણમાં યથાક્રમે ઉભી રહે છે. વળી ભવનપતિ તિષ્ક અને વનવ્યંતર દેવે ભગવંતને વિનય સાચવી કમસર પછવાડે વાવ્ય કોણમાં રહે છે તથા વૈમાનિક દેવે અને મનુ તેમાં મનુષ્યની સ્ત્રીઓ પ્રભુને પ્રદક્ષિણ દઈ તીર્થંકરાદિકને પ્રણામ કરીને ઈશાન કણમાં કમસર બેઠવાઈ રહે છે. વળી જે પરિવાર જે દેવને કે મનુષ્યને અનુ. સરી સાથે આવેલ હોય તે તેની પાસે રહે છે. અહીં એટલે વિશેષ સમજવાને છે કે આવશ્યક સૂત્રના મૂળ ટીકાકારે તેને દેવ મનુષ્ય અને મનુષ્યની સ્ત્રીના સ્થાનકે બેઠક આપી સ્પણાકારમાં ઉલ્લેખ કરેલ નથી જ તેમનું સ્થાન માત્ર જણાવેલું છે. પરંતુ પૂર્વ આચાર્યોના ઉપદેશથી આલેખાયેલા પાટી પ્રમુ