________________
ઉજળું ભાગ્ય !
આ તે છે !” * કયાં છે?”
બહુ ત્રાસ આપતું હતું. હું એને ઓરડામાં પુરીને આવી છું.”
બહાએ વિચાર કરીને કહ્યું “કદિ જો એ ત્રાસ આપતા હોય તે એના ઉપર નારાજ થઈશ નહીં. નાની ઉમ્રમાં બધાંયે એવાં જ તેફાની હોય છે. પહેલાં નું પણ એવી જ હોઈશ. આથી તેના તરફ કઠણાઈ ન બતાવતી. દાલિયાએ કલે એક મહોર આપીને ત્રણ કેરીઓ વેચાતી લીધી હતી.”
“એમાં શું થઈ ગયું? કેરીઓ લીધા વિના પણ એની પાસેથી હમણાં બે મહોર અપાવીશ.”
પિતાની પાલિતા કન્યાની નાની વયમાં પણ આવી ચાલાકી જોઈને, વૃદ્ધ માછી ખુશી થયો અને વિશ્વના મતક ઉપર તે પ્યારથી પિતાને હાથ ફેરવવા લાગે.
દલિયા હવે આવજા કરે છે તેથી બુલેખાં સંકેચ પામતી નથી. આનું કારણ એ હતું કે દલિયાની પ્રકૃતિ જ કાંઈ એવી હતી કે તેનું હૃદય સરલ હોવાથી શહેગાદિ જેવી તુમાખી યુવતીઓ પાસે જતાં પણ તેને સંકોચ ધત નહતે. તે હસમુ, કાકપ્રિય અને સીદ્ધા સ્વભાવને હતો. સર્વ અવસ્થાએમાં તે નિડર રહેતે, ઘણીવાર આખી રાતેની રાતે તે સઘન અરણ્યમાં, કે પર્વત શિખર ઉપર ચઢીને ફર્યા કરતા હતા. એક દિન પ્રાતઃકાલે દલિયાને હાથ ઝાલીને બુલેમાં કહેવા લાગી. “ દાલિયા, આ દેશને રાજા તું મને વાનાવીશ?”
હા. શા માટે ન બનાવું? પણ કહે તે ખરાં કે તમારે તેનું શું કામ છે?”
મારી પાસે ઝેર પાયલું એક ખંજર છે. હું રાજાની છાતીમાં તે ચવા માગું છું.”
લેખાની વાત સાંભળીને દાલિયાને આશ્ચર્ય ઉપર્યું. સુલેખાની હિંસાપૂર્ણ આકૃતિ દેખીને તે ડરી ગયે. આવી રહસ્યપૂર્ણ વાત તેણે કદી સાંભળી નહતી. શાહઝાદીએ નક્કી મશ્કરી કરી હશે કે ખરૂં કહ્યું હશે તે તે સમજી શક્યા નહીં. જે રાજા દુર્ભાગ્યવશાત્ અત્યારે અહીં હોય તે ઝુલેખાં શું તેને ખંજર મારે ?
ઉપરની ઘટના પછી બે દિન વીતતાં રહમતખાએ ખુલેખા ઉપર એક ચિઠ્ઠી લખી મોકલી. “આશકાનના નવીન મહારાજાએ માછીના ઝુંપડામાં રહેતી