________________
બુદ્ધિ ભા.
અમીનાઃ “તું બહુજ બેવકુફ છે. રાહઝાદિ પાસે તું રહેવા લાયક નથી. હવે તને અદબ, કાયદા વગેરેની તાલિમ આપવી જોઈશે. જો, આવી રીતે સલામ કર.”
અમીનાએ શિર ઝુકાવીને મુલેખાને વંદન કર્યું. દાલિયાએ ઘણી મહેનત તેની નકલ કરી બતાવી. અમીનાએ પાછળ હઠીને ફરીથી નીચે નમીને સલામ કરવા કહ્યું. યુવકે ફરીથી તેમ કહ્યું, અમીના તેને ઝુંપડી પાસે લઈ જઈ બેલી “અંદર ચાલ” અંદર ગયા પછી “જા દેવતા સળગાવ હું આવું છું” એમ કહી અમીનાએ બારણું બંધ કરી દીધાં.
સુલેખા પાસે બેસીને અમીના કહેવા લાગી “બહેન, અહીંના લેક બધાએ આના જેવા અનાડી હોય છે. હું તે એનાથી હેરાન હેરાન થઈ ગઈ છું.”
અમીનાની રીતભાતથી તે તે હેરાન થતી હોય એમ જરાકે લાગતું નહતું. બુલેખાએ કહ્યું: “સાચું કહું છું અમીન કે તારી આ રીત મને જરાકે પસંદ નથી, આ જંગલી આદમીની શી મગદૂર કે એ તારા શરીરને હાથ લગાડે !”
અમીનાઃ “પારૂં છે બહેન, જે આજે કઈ શાહઝાદે કે નવાબઝાદ આવી બેઅદબીથી મારી સાથે વર્યો હોત તે હું જરૂર તેનું ઘણું જ અપમાન કરત.”
સુલેખા સાચું કહેજે અમીના, તું કહેતી હતી તેમને તે દુનિયા ખારી લાગે છે, તે તે શબ્દો સાથે આ જંગલીને કાંઈ લાગેવળગે છે કે?”
“સાચું કહું, બહેન ? આ સાદા યુદ્ધ દાલિયાની બહુ ઉપકાર વશ છું, મારે માટે એ પુલ તેડી લાવે છે. મારે માટે તાજે મે લાવે છે. મારી સુવાની જગ્યા સાફસુફ કરી આપે છે અને જે કંઈ કામ માટે હું તેને લાવું છું તે માટે તે એક કુતરાની પેઠે ચપળતાથી મારી પાસે આવીને હાજર થાય છે. કદિ હું એને દમદાટી દઉં છું તે તે હસી પડે છે અથવા તે કઈવાર રાઈ પડે છે. એને કદિ બે ચાર થપ્પડ લગાવી દેવામાં આવે છે તે તે ખુશી થઈને કુદકારા મારવા મંડી જાય છે, એની હું બધી રીતે અજમાયશ કરી ચુકી છું. અત્યારે એને હું અંદર બંધ કરી આવી છું પણ જો તમે જઈને જે તે તે દેવતા કુંક હશે. હું આવી રીતે એના જંગલીપણાથી હેરાન થઈ ગઈ છું !”
મુલેખાં કહેવા લાગી. “એનું જંગલીપણું મજાવવા હું કેશિન કરીશ.”
“નહીં બહેન, એને તમે કશું કહેશે નહી ” અમીનાએ કહ્યું. આ વાત તેણે એવી રીતે કહી કે જાણે દાલિયા તેને મૃગશિશુ છે અને બીજાઓને જોઈને તે જંગલમાં નાસી જાય છે,
એટલામાં માછીએ આવીને કહ્યું “ બ્રિી, આજ દાલિયા નથી આ શું?”