________________
બુદ્ધિપ્રભા,
ઉપરાંત ભક્તિને મિષે થતી આશાતનાઓ અને જિનરાજભક્તિ વિષે બહુ સુન્દર રીતે વર્ણન થએલું છે. આ પ્રકારનાં ન્હાના ન્હાનાં પફલેટ્સ પ્રસિદ્ધ થાય એ ઈચ્છવા જોગ છે.
મુંબઈ ઈલાકાની–જૈન વસ્તીમાં પ્રાંતવાર આવતું મરણ પ્રમાણ અને જૈન કેમના નેતાઓની ફરજ. લેખક અને પ્રકાશક રા. નત્તમદાસ ભગવાનદાસ શાહ. મુંબઈ. ડેમી સાઈઝ બે ફેર્મ.
નિબંધ ઘણું સારે છે અને તે મહેનતપૂર્વક તૈયાર થએલે હોઈ પ્રત્યેકને વાંચવા જેવ્ય છે. આ માસિકમાં તેને પુનઃ પ્રસિદ્ધ કરવાની અમને અપેક્ષા રહે છે એજ તેની ઉત્તમતાની પ્રતીતિ છે.
ચન્દ્રચૂડ-(મરાઠી ઉપરથી અનુવાદ.) અનુવાદક રા. ચન્દ્રશંકર કરૂણા શંકર દ્વિવેદીઃ ભાવનગર, પ્રકાશક “જૈનશાસન” પત્રના અધિપતિ. કિસ્મત રૂા. ૧-૦-૦ રોયલ સેળપેજી સવા પંદર ફેમ. કાચું પૂરું કાગળ મધ્યમ “જૈન શાસન” પત્રની સાતમી ભેટ.
અનુવાદક કહે છે તેમ, “આ એક મરાઠી કથાને અનુવાદ છે.” વસ્તુ સાંસારિક છે. ચંદ્રચૂડ અને તારા એકજ જાતિનું યુગલ છતાં દેશસ્થ અને કેકણસ્થ એવા પેટા વિભાગને લીધે, સંસાર સુષ્ટિની સંકુચિત દષ્ટિને ભેગે. સ્વયં ઈચ્છા છતાં લગ્નગ્રંથીથી ઉભય સંયુક્ત થઈ શકતાં નથી. સિવાય સઘળે વ્યવહાર એક સરખે ચાલે છે. પરિણામે સમાજની રૂઢિના ભયથી વિતાવ સ્થામાં જે જે સહગામી નહોતું બની શક્યું તે અવસાનકાળને અને “એન લાજે ફેટેગ્રાફ” રૂપે કેવળ ચિત્ર-પ્રતિમામાં એક સાથે વિરાજી શકે છે.
અનુવાદ એકંદરે ઠીક થયે છે. વાક્યરચના, શબ્દપ્રયાગ, ભાષાશૈલી અને શુદ્ધિ વગેરે બાબતે ઉપર વિશેષ લક્ષ આપવાની જરૂર છે. અમારા નમ્ર મત પ્રમાણે સમાજસુધારણાવાળા હાલના જમાનામાં “કેકણસ્થ અને દેશસ્થ” જેવા જ્ઞાતિના પેટા વિભાગને ભેદી, સમાજની વિશાળ દષ્ટિયે કથાનાયકનાં લગ્ન અનુવાદકે કરાવ્યાં હતા તે સારૂં. પુસ્તકની પ્રસ્તાવનામાં “ગ્ય સ્થળે મૂળ માંથી ફેરફાર કર્યાનું ” અનુવાદકે સ્વીકાર્યું છે, વાસ્તેજ અમે ઉપલ્ય ફેરફાર સૂચવવાની છૂટ લીધી છે.
નવજીવન (નિબંધને સંગ્રહ) લેખક અને પ્રકાશક રા. મણિલાલે મોહનલાલ પાદરાકર. (ખેતી અને સહકાર્ય ત્રિમાસિકના તથા આ પત્રના તંત્રી વડોદરા. કિસ્મત કાચું પૂઠું બાર આના, પાકુ પૂ હું રૂા. ૧-૦-૦. સૂપરાયલ સેળ પેજ. સાડા અગિયાર ફાર્મ, ઉંચા ગ્લેઝ કાગળ, આવૃત્તિ બીજી.*
* (આ પુસ્તક વિષે અભિપ્રાય નિવેદન થાય તે અગાઉ, એક અંગત ખુલાસો માં કર જોઈએ. ઉપલ્યા પસ્તકના કર્તા મારા મિત્ર છે અને આ માસિકના તંત્રી છે