________________
૫૪
બુદ્ધિપ્રભા.
* स्वीकार अने अभिप्राय.
«ssessessess是这ess: જૈન હિતેચ્છુ. ( જુન ૧૯૧–મુંબઈ.)
રા, ભાઈ વાડીલાલના સતતું અને તુત્ય પ્રયત્નથી સ્થપાયેલા “સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ' ને લગતી ઉપયોગી માહિતી પુરી પાડતે ૩૦૦ પૃષ્ટને આ દળદાર સચિત્ર માસિક અંક જન અને જૈનેતર સંગીન લેખોથી ભરપૂર છે. તેમાંથી વાચકે જે ચતુર હોય તે ઘણું સાર ખેંચી શકે તેમ છે. શ્રાવિકા. (જુલાઈ ૧લ્૭–ભાવનગર)
અપ-ટુ-ડેઈટ ઢબે તૈયાર થતા આ સચિત્ર માસિકનું ગે–અપ આકર્ષક અને ખર્ચાળ છે. લેખ પસંદગી ઠીક થાય છે. ચિત્રમાં સ્વ. ડા- દાદાભાઈ અને મિસિસ એનિબિસંટ ઉપરાંત નિર્દોષ પંખીડાંની ભક્તિવાળા કાવ્યને લગતાં બે ચિત્ર અને વિધવા પાસે વ કરાવવા મળેલા નાતન પટેલીઆઓનું ચિત્ર ઘણું સુન્દર છે. સુનિ. (શ્રાવણ સં. ૧૭૩, બેવડ-પૂર્વ ખાનદેશ.)
રંગીન આર્ટ પેપરના ડીબાચા સાથે હિન્દી ભાષામાં આ માસિક નિયમિત પ્રસિદ્ધ થાય છે. તેના સંપાદક શ્યામલાલ ગુપ્ત છે. પિન્ટેજ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૨) છે. લેખ વાંચવા ચગ્ય હોય છે. દિગંબર જન. (અષાઢ-શ્રાવણ: સંવત્ ૧૯૭૭. સુરત.)
માસિક લગભગ હિન્દી લેખેથી તૈયાર થાય છે તે વિશેષ આદરની વાત છે. શ્રી અષભ નિર્વાણુ અને શ્રી વીરનિર્વાણ સંબંધી લેખે ખાસ ધ્યાન ખેંચે છે. જનધર્મપ્રકાશ. (શ્રાવણઃ સંવત ૧૭૩, ભાવનગર)
પ્રશમરતિ પ્રકરણ, શ્રાવક તથા સમાજસેવા વગેરે લેખે સારા લખાયા છે. સાહિત્ય, (ઓગષ્ટ ૧૯૧૭, વડોદરા)
નિયમિત અને લોકપ્રિય, આ સસ્તા લવાજમમાં બહોળું વાચન પૂરું પાડતા સાહિત્યના ઓગષ્ટ મહિનાના અંકમાં જીવજંતુ સાથે માણસને સંબંધ અને સ્વ. દાદાભાઈના અવસાનને લગતી તંત્રીજીએ લીધેલી ટૂંકી પણ મુદ્દાઓથી ભરપૂર નોંધ ખાસ ધ્યાન ખેંચે છે. ચર્ચાપત્રે લેવાની અને અભિપ્રાય આપવાની સાહિત્યના વિદ્વાન તંત્રીની સમાનતા અને નિખાલસવૃત્તિ અન્ય પત્રકારોને દ્રષ્ટાંતરૂપ છે.