________________
બુદ્ધિપ્રભા
पुरुष अने स्त्री.
પુરુષ અને સ્ત્રીનાં સ્વરૂપ શાં છે, અને તેમના પરસ્પર સબંધ કેવા પ્રકારનેા છે, એ સંબંધી સત્ય હજી આપણા દેશમાં અને બીજા દેશમાં થેડાજ માણસા જાણે છે; અને કેળવણીની યાજનાએમાં પણ તેથી ઘણી ખામી રહેછે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદો તાત્ત્વિક અને અગણિત છે. એકની બીજાની સાથે સયુક્ત થવાની યાગ્યતાના આધાર એ ભેદો ઉપર છે.
se
संसार सुधारो,
દુનિયામાં જેમ નવ જીવન વધતું જશે, તેમ એ ભેદે વધતા જશે; અને તે એટલા માટે, કે સંચાગ વધારે ગાઢ થઇ શકે, અને અમર સયેગ માટે વધારે તૈયારી થાય.
પુરુષ અને સ્ત્રી એક નથી, તેમ સમાન પણ નથી. ટેકરી અને ખીણની વચ્ચે સમાનતા હોઈ શકે નહીં. ખીણુ ઇમારતા અને હૃદયથી ભરપૂર હોય છે, અને વાડી તથા મેલાતની સમૃદ્ધિ તેની શૈાભા વધારે છે. ટેકરીને ખીણ ઉપરના દેખાવા હોય છે, અને તે પણ સાર્વજનિક લાભમાં હિસ્સો આપે છે. અહિં પૂણતાને દરેક પગલે અસમાનતા છે. પુરુષ અને સ્ત્રી કશામાં સમાન નથી, અને કશામાં અસમાન નથી, પણ દરેક વાતમાં પરસ્પરની ખામી પૂરી કરનાર છે.
આ ઝમાના સ્વતંત્રતાના છે, એટલે સ્ત્રીઓનાં હૃદયા હાલ સ્વતંત્રતાની તૃષાથી ઉછળવા લાગ્યાં છે. તેમના રાજકીય હકો અને કેળવણી સંખ'ધી હુકાની હવે ના પડાય તેમ નથી. અત્યારે તે વ્યવહારના ઘણા ધધાઓમાં સ્ત્રીઓને દાખલ થવાની છૂટ નથી; પણ સ્ત્રીજાતિ ઉપર પુરુષની એવી આપખુદ સત્તા લાંબે વખત ચાલવાની નથી.
કયા ધધાઓ સ્ત્રીઓને ફાવશે અને કયા નહીં ફાવે, એ સ્ત્રીએ પેાતેજ પ્રયાગથી અને અનુભવથી જાણી લેશે. એટલુ' તા સ્પષ્ટ છે, કે સ્ત્રીની શક્તિ પુરુષના જેવીજ છે. સ્ત્રી કોઈ પણ કલામાં કે શાસ્ત્રમાં પ્રવેશ કરી શકે; સિ‘હાસન ઉપર એસી શકે, સેનાનું ઉપરીપણું કરી શકે; છટાદાર ભાષણ આપી શકે; ઉત્કૃષ્ટ સાહિત્ય લખી શકે; વૈદ્ય કરીકે દવા આપી શકે અને વાઢકાપ કરી શકે; ધર્માસનમાં ઉપદેશ આપી શકે; અને દૈવી સંદેશાને ગ્રહણ કરી શકે. સંક્ષેપમાં, તે તમામ ખાખત કરી શકે. જે કાંઇ કરવાને તેને પુરતા સ્નેહ હોય, તે તે કરી શકે. અને તમામ વિષયેામાં પુરુષની બુદ્ધિએ જે સત્ય પ્રગટ કયા છે, તે કરતાં કંઈક જુદી ખમીનાં સત્યે સ્રીની હૃદયપ્રધાન બુદ્ધિ બતાવી શકે. ભવિષ્યમાં સ્ત્રીની પદ્મવી સુધરશે, અને તે પુરુષને હાલના કરતાં વધારે મદદગાર થશે, એમાં કશે શક નથી. દરમિયાન અત્યારે તે ઉપરથી ઉતરતી સ્વતંત્રતાને દુરુપયોગ પણ ઘણી વાતોમાં જોઈ શકાય છે. ખુલ્લી અનીતિની વાત તો આપણે ખાજુએ મૂકીએ, છતાં સારી સ્થિતિની સ્રીએ પોતાના પતિની ગેરહાજરીમાં પણ મેજબાની આપે છે, અને છૂટના આનંદ અનુભવે છે. તમામ સમાજની રહેણીકરણી ઘણી રીતે કરી જશે, એવાં સૂચને દેખાય છે. *બ્રિટિશ અને ઉન્દી વિક્રમ. તા. ૧૭-૭-છના અંકમાંથી અવતરણું.