SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી પુતળીને કઠે. ૧૭ एक स्केच, देशी पुतळांने कंठेः ભૂ હા મિ તેના ઉદરમાં અઢળક ધનભંડાર છૂપાવી રાખે છે, રત્નાAી કર તેના ઉંડાણમાં મબલખ રને રાખી મૂકે છે અને સ્વયં તેને સદુપયોગ થતો નથી. તેના ઉલટા અનુકરે, દેશના કેટલાક ધનિકો તેમનાં ધનને વિદ્વાને તેમના જ્ઞાનને અને બળવાને તેમની શક્તિને કૃપણુતાથી ત્રિજરીમાં, મગજમાં અને અંગમાં અનુક્રમેજેઓ કેવળ ભરીજ મૂકે છે અને તેને દેશહિતાર્થે સદુપયોગ પિત કરી શકતા નથી કે કરાવી શકતા નથી, કરવાનું કહેતા નથી કે કરવા દેતા નથી તેમને, તેમજ જેઓ દેશમાં છે પણ દેશના નથી, ટાપટીપથી શણગારેલાં નાટકનાં પુતળ પેઠે રહેનાર જેઓ દેહનાજ અભિમાની છે કે દેશ પ્રત્યે માન જેઓ ધરાવતા નથી જેઓ “નનામ” નથી, પણ નામવાળા છે છતાં “નામના વગરના હોઈ “નામનાં” જીવને જ જીવવાને જેઓને અવતાર છે, તેમને, તેમજ ડાર્વિનને શબ્દોમાં “માનવીના પૂર્વજ” કેઈ કપિનું રહે, તેને ચણા ખવડાવતા પહોળું થઈ જાય છે તેમ, અનેક પ્રકારના ઉપભોગનું ન્હોતરૂ આવતાં જેમના હોં, અંગના ઉઘડતા દરવાજા પેડ પહોળાં થઈ જાય છે અને ઉપભેગને બદલે આત્મભોગ કે દેશહિતાર્થે ઈચ્છાભાગનું તેડું આવતાં જેમનું હેં નેપાળે કે એળિયો ગળવા જેવું, કે એરંડિયું પીધા જેવું કટાણું થઈ જાય છે તેમને, તેમજ ખાનપાનનેજ ખાતર જેમનાં જીવન સરજાયેલાં છે, મરવાને બાળસેજ જેઓ જીવી રહ્યા છે, અર્પણ થતી વસ્તુઓને સ્વીકારવામાં સંપૂર્ણ ઉદાર અને સ્વાપણુ-કરવામાં એટલાજ જેઓ કૃપણું છે, તેમને, તેમજ કવીશ્વર દલપતરામની કવિતા “વાડામાંથી પાડું એક છક થઈને ના છેક” જેવી ગાવામાં જેઓ ગરકાવ થાય છે અને તેજ કવિની “સ્વદેશ પ્રીતિ” વાળી કવિતા જેવા દેશ ગીત ગાવાં જેને કડવાં ઝેર જેવાં લાગે છે તેવાં ચેતનવંતાં આપણું દેશી (વિલાયતી માલ જેવાં વિદેશી નહિ) પુતળોને નીચેનું* Parvāy કાવ્ય કેવળ નિષ્કામવૃત્તિથી અર્પણ કરવામાં આવે છે – * Parody એટલે પરિહાસમય અનુકરણઃ એકાદ ગંભીર વિષયના ભાવ, શબ્દ શૈલી કે વાક્યની નકલ તદન ભિન્ન-ઉતરતી કોટિના વર્ણનમાં થાય અને એ રીતે મૂળ લેખનું ગાંભીર્ય, રૂપાન્તરે લઘતામાં ફેરવાઈ જાય તે Parodyને પ્રકાર થયેલું ગણાય છે. એજ નિયમે કવીશ્વર દલપતરામની સ્વદેશ પ્રીતિ નામની કવિતા દેહ પ્રીતિમાં ફેરવાયેલી છે.
SR No.522094
Book TitleBuddhiprabha 1917 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages39
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy