________________
અપૂર્વ અવસર. આકાશના ઉંડાણમાં નિર્મળ શશિ નિહાળતે, તારક બધા રૂડા ઉગેને આથમે તે ભાળ; અદ્ભત દૈવ ચમત્કૃતિમાં મન હવે ટકતું નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. આનન્દમાં ધાન વેલી ક્ષસહ લપટી જતી, વૃત્તિ વિમળ એ પ્યાર કોણે આપિઓ એમાં જતી; દષ્ટિ સુખદ પુષિત પાણી વેલીમાં ધાતી નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. નિર્મળ નદી જળ વહન કરતી બેઉ તટ મધ્યે રહી, નિર્દોષ વનચર પંખિ પશુઓ પાન જ્યાં કરતાં જઈ; ત્યાં જાઉં પણ બંધન હૃદયથી કેમ કરિ હડતું નથી, જાગ્રત્ અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. સત્સગ પર હું પ્રેમથી ત્રણ લેક તૃણ ત્યાજ, ભગવત ભજન અનીશ સર્વે કાળમાં ભજતા જતે; આવી પ્રવૃત્તિ દુખ બત્રી શું થશે માલમ નથી, જાગ્રત અગર કે સ્વપ્ન આ? તેની ખબર પડતી નથી. પરમાર્થમાં પહેલ કર આણી ઉરમાં પ્રીતડી, આગમ બધાં અવલોકત રાખી હૃદય શુભ રીતડી; આવી હવે ઘડી સ્વાર્થની કયારે જશે તે ગમ નથી; જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. જેના-ગમે પળ એક તે આવી અને સન્મુખ ખડું, હૃદયે ગમે તે કયાં ગયું? શાન્તિ સમર્પક સુખડું; મુંઝાય છે ગભરાય છે મન-ચેન ચિત્ત વિશે નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. છે સાંભરે મુજ તાત પ્યારે આ સમે પળ પળ વિશે, નહિ ત્યાગવા છે આ કોઈ કાળમાં કેને મિશે; માયાવીની માયા છતાં સ્મરવા કદી દેતી નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. મમ માર્ગમાં જાતાં મહુને સંબંધિના સંબંધ આ, થુવર પેઠ આડા પડ્યા જવાયના પથ બંધ આ; પ્રિય દેશમાં જાવાની ઊમ છે છતાં હિમ્મત નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. હે? સ્વમ પણું જગત પિઠ લાગી પડી વસમી વ્યથા, કહેવાય ના જન કોઈને લાગે ઘણી દહેલી કથા; સાગર સમીપે તેય જાતાં વૃત્તિ નદી રહેતી નથી, જમતુ અગર કે સ્વમ આ ? તેની ખબર પડતી નથી.