SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સરદાર સર ચીનુભાઈ માધવલાલ બેનેટનો દેહોત્સર્ગ. ૩૮૩ सरदार सर चीनुभाइ माधवलाल बेरोनेटनो देहोत्सर्ग. અમને લખતાં અત્યંત દીલગીરી ઉપજે છે કે રાજનગરના રત્ન મુર્જર ભૂમિના આભુગુરૂપ સરદાર સર ચીનુભાઈ માધવલાલ ફક્ત ત્રણ દિવસની ટુંક માંદગી ભોગવી હાર્ટ ડિસીઝના ભયંકર રોગથી પર વર્ષની વયે પાળ એક વિધવા, એક નવ વર્ષની ઉમ્મરને પુત્ર, અને પુત્રીઓને વિલાપ કરતી મુકી તેમજ રસમસ્ત અમદાવાદને શહેરીઓને ગમગીની વચ્ચે મુકી શહેરી પીતા તા. –૩–૧૬ ને રે ગુરૂવારે આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા, છે. તેઓના અકાળ મૃત્યુથી સમસ્ત શહેરમાં દીલગીરી બાકી રહી હતી, અને શહેરમાં સપ્ત હડતાલ પડી હતી. તેમજ અત્રે સરકારી ખાતાંઓ પણ બંધ કરવામાં આવ્યાં હતાં. મને સ્વભાવે ઉદાર, દયાળ, પોપકારી અને સખાવત બહાર હતા. તેઓને વિવા, સાહિત્ય, સંસ્કૃત અને દેશને વેગ ખીલવવા પ્રતિ અવર્ણનીય પ્રેમ હતો. તેઓ દેશના ઉદય માટે પ્રાણ પાથરનાર, સાદાના ગુ કરી અલંકૃ, ઉત્તમ વિચારક અને પિવક હતા તેમજ ઘણું નમ્ર અને ધર્મનિટ હતા. તેમણે દેશોદય અર્થ કેળવણીના કાર્ય પાછળ રૂપીઆ ૧૮ અટાર લાખની જાહેર સખાવતે કરી છે તેમજ પિતાના મરણ સમયે પણ સાંભળવા પ્રમાણે ૩૦ લાખ જેવી નાદાર રકમની સખાવત કરી છે. ધન્ય છે આવા દયાળુ દેવી પુરૂષને! તેમનું આ દુનિયામાં જીવ્યું અને જખ્યું પ્રમાણ છે. ધન્ય છે તેમની જનેતાને અને ગુર્જર ભૂમિને! ! તેમની મોટી સખાવતે જ સરકારે સને ૧૯૦૭માં તેઓને સી. આઈ. ઈ. સને ૧૯૦૯ માં પહેલા વર્ગના સરદારના સને ૧૯૧૦ માં નાઈટહુડને અને તે પછી બેરોનેટને ખેતાબ બ દો. તેઓ સરકારને પૂર્ણ વફાદાર હતા. તેઓના મરણથી એકલ. ગુજરાતને જ નકેિ પરંતુ સમસ્ત ભારતવર્ષમાં એક અસાધારણ નરરત્નની ખોટ પડી છે, તેમના મરણની દીલગીરી પ્રદર્શન કરવા તેમજ તેમનું સ્મારક ઉભું કરવા અને પ્રેમાભાઈ હેલમાં અને અત્રેના નગરશેઠના વડે શહેરીઓની મીટીંગ મળી હતી. અત્રે જે અમદાવાદમાં મીલ ઉગને જે મેટા પાયા પર ધીકતે વેપાર ચાલે છે અને પાણીના નળ તેમજ ને વિગેરેનું જે અત્રેની પ્રજા સુખ ભોગવે છે તે સઘળું તેમના કુટુંબને જ આભારી છે. આવા એક ધર્મવીર, દયાળુ, દીર્ઘદ્રષ્ટી અને સખાવતે બહાર નરરત્નના અકાળ મરણ માટે એવું તે કહ્યું હદય હશે કે જે આ હદયદક અને તેને વેધક મરણની ખબર સાંભળી ચિરાયા વિના રહ્યું હશે અને જેમાં દગયુગલ અશ્રુથી ભીંજાયા વિના રહ્યાં હશે ! અમે અત્રેના સમસ્ત શહેરીજનોને આ સ્થળે વિજ્ઞપ્તિ કરવા રજા લઈએ છીએ કે જેવી રીતે સરદાર સર ચીનુભાઈએ દેશના અન્યૂય માટે ગુર્જર ભૂમિના ઉત્કર્ષ અં આશરે રૂ. ૫૦ લાખની સખાવતે કરી છે તેમજ અત્રેના કેટલાંક ગરીબ કુટુંબને ખાનગી સહાય આપી પિધ્યાં છે. આવી રીતના તેમના પરમાર્થ કાર્યની પિછાણ-કદરબુજી સમસ્ત શહેરીઓ તેમજ દેશના નેતાઓએ તેમનું ઉત્તમ પ્રકારે સ્મારક કરવું જોઈએ એ તેમની ફરજ છે. છેવટે તેઓના અમર આત્માને અખંડ શાંતિ મળે તેમજ તેમના કુટુંબને દિલાસો મળે એવું અંતઃકરણથી છ છીએ છીએ,
SR No.522083
Book TitleBuddhiprabha 1916 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1022 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy