________________
સેવાધર્મ.
૩૭
सुशिष्य, स्मरण.
| ઉપજાતિ, મને થતા શોક અતિ આજે, મને વા મનમાંહી ગાજે; વખાણ ને યોગ્ય જ નીવડે, સુશિષ્ય મારો પ્રિય તું રસી ગ તજી આ જગ તુંહી શિષ્ય, થયા બધા નિષ્ફળ ય શિષ્ય સુવાસના વેરી ગયે તું શિષ્ય, શી શાંતતા તારી વખાણું શિષ્ય. જવલંત ને ઉજજવળ તુંહી શિષ્ય, વિનીત ને સુજ્ઞ શ્રદ્ધાળુ શિષ્ય; વિવેકી સાત્વિક સુભાષી શિષ્ય, સદા સુખી શારદસક્ત શિષ્ય. કહ્યાગરે કોમળ કાંત શિષ્ય, દયાળુ સદ્ગ સુશાંત શિષ; ચતુરને સાક્ષર હી શિષ્ય, શિરોમણિ છાત્ર વિશે સુશિષ્ય. ગુરૂ થી સુંદર લેત શિક્ષા, અમૂલ્ય તારી શુભ જિજિવિષા; સદા લીધી જ્ઞાન તણી સમિક્ષા, તરૂણ! તે તે સહી છે તિતિક્ષા. સુધર્મી ને સત્ય ઉદાર શિષ્ય, પ્રભાવશાલી અનની સુશિષ્ય; સ્થપા સદા જીવન મુક્ત શિષ્ય, અપાય એ આશીર્વાદ શિષ્ય.
પિપટલાલ કેવળચંદ શાહ–રાજ
सेवाधर्म. તા. -૧૬ ના રોજ રાત્રે આઠ વાગે શ્રી જૈન તાંબર મૂર્તિપૂજક બોડીંગના વિધાથીઓ સમક્ષ આ માસિકના સંપાદક શ્રીયુત પાદરાકરે, ઝવેરી અમૃતલાલ મેહનલાલના પ્રમુખપણા હેઠળ સેવાધર્મ એ વિષય પર અસરકારક ભાષણ આપ્યું હતું.
શરૂઆતમાં “સેવાધર્મ: ઘરમાહો નિનામા : ” એ સૂવાનુસાર ગિએને અતિ અગમ્ય એવા પરમગહન સેવાધર્મની મહત્તા, તેના પ્રકાર, તેની આવશ્યકતાનું લંબાણ વિવેચન કર્યા બાદ, દાખલા દલિ આપતાં તેઓએ જણાવ્યું કે, અહંભાવ ત્યાગ કરી, મેટા (હાનાને ભેદભાવ દૂર કરી, પિતાપણું ભુલી ગયા સિવાય સેવા કરી શકાય નહિ. કારણકે “લધુતાસે પ્રભૂતા મિલે, પ્રભૂતાસે પબૂ દૂર.” આ બાબત પર મહારાણી વિકટોરીમા, સમ્રાટ
જ્યોર્જ પંચમ, શ્રીમંત મહારાજા ગાયકવાડ સયાજીરાવ, શ્રીયુત ગાંધી, રાનડે, અને ગોખલેની સાદાઈ અને સેવા વર્ણવી બતાવ્યાં હતાં. મહાત્મા બુદ્ધ, ઈસુ ક્રાઇસ્ટ અને શ્રીમન પરમાત્મા મહાવીર એ ત્રિપુટીએ બનાવેલી વિશ્વ સેવા-અને તેમની તુલના વિસ્તારથી કહી બતાવતાં શ્રીમન મહાવીરની “સવિજીવ કરૂ શાસનરશી” એવી દ્રઢને બલવતર ભાવના ને તેમની મહા પરિશ્રમે મેળવેલી કૈવલ્યજ્ઞાનની રીદ્ધિને ઉપયોગ વિશ્વના ભલા માટે કેવી રીતે કર્યો તે પર લંબાણને દાખલા દલિલપૂર્વક વિવેચન કર્યું હતું. તે પછી વિધાર્થીઓ practical સેવા કઈ રીતે કરી કે તે સવાલ હાથ ધરતાં, વિદ્યાર્થીઓ બજાવી શકે તેવી સેવાના પ્રકાર તેમણે દર્શાવતાં કહ્યું કે, વિદ્યાર્થીઓ પિતાનાથી ન્હાના નીચલા ધોરણના વિધાર્થીઓને દેરીને વેકેશનમાં પિતાને ગામ જઇ, અભણને ચોપડીઓ વાંચી બતાવીને, ગરીબને મદદ ને માંદાઓને દવા તથા માવજત કરીને, સ્ત્રીઓને ઉન્નત વિચાર આપીને પિતાના માતાપિતાને સેવીને, લેખકે પિતાની કલમથી, કવિએ કાવ્યોથી, શ્રીમતે પિતાની લક્ષ્મિથી,