________________
૩૩૮
બુદ્ધિપ્રભા, .
તાર આવ્યા હતા. આ સિવાય દેરડાં વિનાનાં તારના ૭૮૧૨ સંદેશાઓ ગયા હતા. તે સાલમાં તારના બૉબસ્ત પાછળ ૬૪૧૦૦૦ પાઉંડ ખર્ચ કરવામાં આવ્યા હતા, અને ૮૪૧,૮૦૦ પાઉંડની ઉપજ થઈ હતી.
૧૯૧૦ માં પ૭પ૬ માઈલ ટેલીફેન ફેલાવવામાં આવ્યા હતા. તેનાં પર૩ દફતર હતાં, અને ૪૨,૨૮,૭૧,૩૦૨ માણસોએ તેનો લાભ લીધે તે ને સરકારને તેનાથી લાભ પણ સારે છે. ૨,૧૮,૦૦૦ પાઉંડ ખર્ચ થયે અને કુલ ૮,૮૩,૦૦૦ પાઉંડ ઉપજ થઈ
સને ૧૮૧૦માં પ૭૭૮૪ માઈલ સુધી ટપાલ વહેંચાતી હતી. ૧૮૪૩ પિસ્ટ ઑફીસે હતી. જેમાં એકંદર ૧,૪૮,૭૭,૯૨,૪૫૧ કાગળ આવ્યા હતા, અને ૨, ૩, ૫,૨૮૩ પાર્સલની આવજા થઈ હતી ને તેની પાછળ સરકારને કુલ ખર્ચ ૧૨,૪૪,૦૦૦ પાઉડ તથા ઉપજ ૨૨,૭૩,૦૦૦ પાઉંડ થઈ હતી.
સને ૧૮૧૧માં પણ ઍડીસની સેવીંગ બેંકોમાં લગભગ ૧,૧૦,૦૦,૦૦૦ માણસોએ ૭૦,૦૦,૦૦૦ પૈડ જમા કરાવ્યા હતા.
૧૯૧૦ માં પર,૨૪,૩ માઈલ જમીનમાં રાજ્યની સડકે લંબાયેલી હતી. ૨૨૪૦ માઈલ પ્રાંતીક સહક તથા ૨,૩૧,૦૭૮ માઈલ બીજી સડકો લંબાયેલી હતી. જાપાનમાં લાકડાના, નાવના તથા માટીના અગણિત પૂલે છે તે ઉપરાંત ૧૧. લેખંડ તથા પથ્થરના પૂલે છે.
જાપાનમાં ખેતીવાડીની પણ ઘણુજ ઉન્નતિ ચાલી રહી છે. જંગલના સખ્ત બ - બરત કરવામાં આવ્યા છે. મશીનરીથી ચાલનારાં કારખાનાંઓ તથા ખાણેની સંખ્યા ઘણી જ વધતી ચાલી છે. અને આ બધામાં તેણે એટલી બધી યોગ્યતા પ્રાપ્ત કરી છે કે, મેટાં મેટાં જંગી જહાજથી માંડીને ન્હાનામાં ન્હાના છેડા સુધીની બાબતમાં જરૂર પડતી સર્વ ચીજે જાપાન પિતે બનાવે છે. તેને આપણું પેઠે પિતાની જરૂરીઆતે માટે બીજા દેશે હામે જોઈ બેસી રહેવું પડતું નથી.
પહાડી દેશ હેવાથી જાપાનમાં જમીન ખેતીને લાયક નથી, પણ ત્યાંના મજૂરો ઘણાજ મહેનતુ છે. ખરાબ જમીનમાં પણ એગ્યતા પ્રમાણે ખેતી કરે છે. હમણાં બે કરોડ એકર જમીનમાં ચોખા, દાળ ઇત્યાદિ અનાજ પકવવામાં આવે છે. દેર માટે ઘાસચારો પણ જાપાનમાં ઘણાજ પાકે છે. મજૂરે પિતાની ઝુંપડીમાં ખેતીના કામ ઉપરંત કંઇને કંઈ ઉઘોગ ધપે કરતાજ હોય છે. જેમકે રેશમનું કામ, ચટાઈ વણવાનું, ચેપલીએ બનાવવાનું, ટોપીઓ ભરવાનું કામ, ગાય ભેંસની વંશાવતિનું કામ પણ ત્યાં ઘણું જ સારું થાય છે કે તેનાથી ૧૫,૬૦,૦૦,૦૦૦ પૈડની ઉપજ દરસાલ થાય છે કે સારા વખતમાં સેંકડે ૬૦ ટકા માણસો તેજ કામમાં રોકાયેલા રહે છે. આ ઉજતિનું કારણ એ છે કે ગવર્મેન્ટ ખૂદ આ બાબતના પ્રયત્ન કર્યા કરે છે, તે લોકોને એવી કેળવણી આપવામાં આવે છે કે પોતાની ખેતીવાડીના કામમાં વધારો કર્યા કરે. સરકારે પશુ તથા રેશમના કીડાની વંશોન્નતિ કરવાની બાબતમાં પણ ઘણું પયત્ન કર્યા છે. ૧૯૧૧-૧૨ માં જમીનના માલની ઉપજ સાત કરોડની હતી. ઉઘેગ ધંધાની સામગ્રી એકઠી કરવા માટે ખાસ ફસલો વાવણી કરવામાં આવે છે. ચટાઈના ધંધા માટે ખેતરોમાં ખાસ નાગરમોથની ખેતી કરવામાં આવે છે. શેતુર તથા બીજી ઝાડીઓ વડે કાગળ બનાવવાની સામગ્રી તૈયાર કરવામાં આવે છે. આ ઝાડીઓ પહાડની કે નદીઓની આસપાસ કરવામાં આવે છે.