________________
સુખ સંબંધી વિચાર.
૩૩૧
અવશ્ય છે. તેથી ઈદ્રિયજન્ય સુખ, અનિત્ય અને દુઃખ મિશ્રિત છે. જે ઇંદ્રિયજન્ય દ્વાશ્વત સુખ આપનાર કોઈ પણ વિષય હોય તો તેને તમે સુખેથી બેગ તેમાં કોઈની ના નથી પરંતુ ઇન્દ્રિયજન્ય શાશ્વત સુખ આપનાર કોઈ પણ પુગલિક વિષય છેજ નહિ, સ્ત્રી વિષયક પ્રીતિ તેના શરીરના સાંદર્ય તથા લાવણ્યતાને લઈને છે. શરીર પુદગલ દ્રવ્યનું બનેલું છે, અને તેને નાશ અવશ્ય છે. દ્રવ્ય (પૈસા) પ્રતિકાળે સુખને આસ્વાદ આપે છે. પણ તે જ્યારે કઈ પણ કારણથી જાય છે ત્યારે ઘણું દુઃખ આપે છે. પુત્ર જન્મ થતાં ઉત્સાહ થાય છે, પણ દેવયોગે જે તે કાળને આધિન થાય છે તે મહદ્ દુઃખ ઉત્પન્ન કરે છે, અને તે વખતે એમ વિચાર થાય છે કે પુત્ર ન ઉત્પન્ન થયે હોત તે વધારે સારું થાત.
ભલે ઇંદ્રિયજન્ય સુખ અનિત્ય અને દુઃખ મિશ્રિત રહ્યું. કઈ પણ સુખ ન ભોગવવું તેના કરતાં આવા પ્રકારનું દુઃખ મિશ્રિત સુખ ભોગવવું તેમાં ખોટું શું? શું દુઃખ મિશ્રિત સુખ ત્યાગ કરીએ તો અનંત, આત્યંતિક અને અવ્યાબાધ સુખ કયાંઈ મળી શકે એમ છે? અને મળી શકતું હોય તે ક્યાં ? તે સુખ કેવું હોય અને કોઈએ શું તેવું સુખ પ્રાપ્ત કર્યું છે?
સઘળાં દર્શને ઉંચે સ્વરે પિકારીને કહે છે કે અનંત આત્યંતિક અને અવ્યાબાધ સુખ છે અને તે આત્મામાં જ છે. બીજે કયાં છે તેની શોધ કરવા જવું પડે તેમ નથી, તે સુખ એવું છે કે તેને છેડો નથી, તે મુખ એવું છે કે જેનાથી ચડીઆનું બીજું કોઈ પણ સુખ નથી, તે સુખ એવું છે કે તેને કંઈ પણ દ્રવ્ય બાધા કરી શકતું નથી, તે સુખ ભાષાથી વર્ણવી શકાય તેમ નથી; કેમકે ભાવોપરિચિત શબ્દોની બનેલી હોય છે. તે સુખ દિયોથી અગમ્ય છે. તે સુખની સાથે ઈદ્રિયજનિત કોઈ પણ સુખની સાથે સરખામણી થઈ શકે તેમ નથી અને તેથી આત્મિક અનંત સુખને ખ્યાલ, ઈદ્રિયજન્ય કોઇ પણ સુખની ઉપમાથી યત્કિંચિત પણ આપી શકાય તેમ નથી. આ સુખ આત્મા, ઇંદિય તથા મનની મદદ વિના પ્રત્યક્ષ રીતે અનુભવે છે. આ સુખ મુક્ત છએ મેળવેલું છે. મેળવેલું છે એટલે બહારથી પ્રાપ્ત કરેલું છે એમ નહિ, પરંતુ આત્મામાં સ્વભાવસિદ્ધ જે અનંત સુખ રહેલું છે તેને આવરણ કરનારાં કર્મોનો નાશ કરી પ્રગટ કરેલું છે.
જે આત્મામાં જ અનંત સુખ ભરેલું છે તે પછી સંસારી જીવો સુખના માટે પ્રયત્ન ન કરતાં ઇંદ્રિયજન્ય અનિત્ય અને દુખમિશ્રિત એવું પહ્મલિક સુખ મેળવવા શા માટે પ્રયત્ન કરે છે. . મોહને લીધે આત્મા પિતાનો ખરો સ્વભાવ ભુલી ગયો છે. બકરાના ટોળામાં ઉછરેલા સિંહ બાળકના જેવી તેની સ્થિતિ થઈ છે, અને તેથી તે મેહવશ થઈ શરીરમાં પિતાને ભાવ આરોપ કરે છે એટલે કે શરીર એજ આત્મા છે એમ માને છે. શરીર પદ્ગલિક કમ્બનું બનેલું છે, અને એવા પદ્ગલિક શરીરને અનુકૂળ પગલિક વિષયે પ્રત્યે રાગ અથવા પ્રીતિ ધારણ કરે છે અને તે વિષયની પ્રાપ્તિને સુખદાયક માની તે માટે પ્રયત્ન કરે છે અને પિગલિક શરીરને પ્રતિકૂળ પગલિક વિષને દુઃખરૂપ માની તે પ્રત્યે દ્વેષ ધારણ કરે છે અને તેવા વિષયો પિતાથી દુર કરવા અગર દુર રાખવા પ્રયત્ન સેવે છે. શરીર એજ આમા છે એવી જે માન્યતા તેને દેહાધ્યાસ અગર બહિરામભાવ કહેવામાં આવે છે. અને આ દેહાધ્યાસ અગર બહિરમભાવને લીધે શરીરને અનુકૂળ વિષ ઉપર મમતા ઉત્પન્ન થાય છે અને પ્રતિકૂળ વિષયો ઉપર ક્રોધ પ્રગટે છે. પલિક વિષયોમાં સુખ