________________
૨૭
બુદ્ધિપ્રભા
બળીદાન અથવા ભક્તા થશે. એક બાળકને બચપણથીજ નિરંતર ભય બીકણપણુની વાતો કરે તે તેનું પરિણામ શું આવશે? તે નદી બીકણું અને બાયલું થવાનું. મોટપણે પણું બીવાના અથવા ભય પામવાના. પડેલા સંસ્કાર જતા નથી. એવી જ રીતે એક બાળક પાસે કાંઈ પણ ભયની કે બીકની વાત જ નહિ કરતાં જે તેના પાસે નિરંતર બહાદુરીની, રવીરપણુની અને પરાક્રમની જ વાત કરો તો તેનું પરિણામ અવશ્ય એવું આવશે. તે બાળક મોટું થતાં બહાદુર અને પરાક્રમી જ થશે. હથિયાર લઈ લડાઈના મેદાનમાં ઉતરી પડવાને માટે વણિકને ગમે એવી લાલચ, ઇનામ કે પગાર આપશે તે પણ તે જવાની હિંમત કરશે નહિં; અરે, હથિયાર દેખીનેજ ભડકશે; પણ એક રજપૂત, કળી, કાઠી કે ભીલને ના છોકરે પણ હથિયાર પકડવાને તૈયાર થઈ જશે, તેનું શું કારણ? વણિકને તે જાતના સંસ્કાર નથી, અને રજપૂત વગેરેને તેવા સંસ્કાર અને સંકલ્પો વારસામાં જ મળેલા છે. કેટલાક માણસો અમુક કાર્યને માટે પિતે લાયક છતાં પિતે પિતાનાજ મનથી પોતાને નાલાયક માની બેસે છે, અને પિતામાં નાલાયકનો દઢ સંકલ્પ કરે છે કે જેથી તે હમેશાં એ કાર્યને માટે નાલાયકજ રહે છે. માસમાં કાંઇ માલ નથી એવું માનનારાઓ હમેશાં માલ વગરના જ રહે છે, અને જો એ સંકલ્પ કરે છે કે અમુક કામ હાથ ધરીને જ તે પાર પાડવું છે અને તે કામ કરવાને હું સંપૂર્ણ લાયક છું તથા તેમ હું કરીશ જ, તે માણસ તે કાર્ય અવશ્ય સિદ્ધ કરે છે. આ સંકલ્પ બળને સારાં કાર્યોમાં જે તે સારા કાર્યો થશે, નઠારાં કાર્યોમાં જે તે નઠારાં કાર્યો પણ થશે. હું રોગી છું, મારામાં કોઈ શક્તિ નથી, અને મારે ઝાઝું જીવવું નથી, એવા સંક કરનાર માણસ સદા રોગીજ રહે છે, સદા અશક્ત જ હોય છે અને છે. એથી ઉલટું, જે દઢ સંકલ્પી માણસ પોતાના મનમાં એ દઢ સંકલ્પ કરે છે કે, મને કંઇ રોગ છેજ નહિ, હું સંપૂર્ણ સશકત અને સુખી છું અને ભારે ભરવું જ નથી, તે માયુસ સદા નિરોગીજ રહે છે, બળવાન રહે છે અને લાંબા કાળ જીવે છે. સંક૯પ બળને મહિમા ધણું મટે છે અને યોગ વિધાથી એ બળની સિદ્ધિ થાય છે. અમુક નિયમ કે નિશ્ચય ઉપર મનને નિગ્રહ તેનું નામ ગ છે, અને એવું માનસિક બળ અથવા નિગ્રહ બળ ગમે તે પ્રકારે પ્રાપ્ત કરે તે યોગી છે. આ બળ પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને ભગવાં પહેરવાની જરૂર પડતી નથી, ઉંડા ભોયરામાં જઈને સમાધિ ચડાવવાની જરૂર નથી, અથવા પ્રાણાયામ કરીને શ્વાસ છુટવાની પણ ખાસ કરીને જરૂર નથી. અલબત તે બધાં મનને નિગ્રહ કરવાનાં સાધન છે ખરાં, પણ એ સાધને વિના પણ ઘણાક વ્યવહારી માણસે પોતાના સંકલ્પ બળ અને નિબળથી ગીના જેવું કાર્ય કરવાને સમર્થ થયા છે, એટલું જ નહિ પણ સંકલ્પ બળથી અને એ સંકલ્પ બળના પ્રતાપથી ઘણા દીર્ધાયુ ભેગવવાને પણ ભાગ્યશ્નાગી થયાં છે.
સંધવી વાડીલાલ મૂળજીભાઈ લીંબડી, ગંદા લોકો પાયખાનાનું કામ એક ટચુડી (પાશેરથી અધર પાણું સમાય એવડી હાની લેટી) પાણુથી પતાવી દે છે, ત્યારે આરોગ્યતા અને સુઘડતાની કીંમત સમજનારાએ પાંચ શેર પાણીથી પશુ સતે માનતા નથી. ગંદકી રહેવાથી ગુહ્ય સ્થાને વિકારવાળાં થાય છે; કીડ પડે છે અને ઘણી વખત સડે છે. નાનાં બાળકોની માતાઓએ આ શિખામણ જરૂર ધ્યાનમાં લેવી અને બચ્ચાંઓને પુષ્કળ પાણીથી સારી રીતે ધોવાં,
-
.
.
.