________________
બુદ્ધિપ્રભા.
श्री महावीर स्तुति.
રાગ ભૂપાળી કલ્યાણ, વર્ધમાન દેવ! જિનેન્દ્ર સદેવ !
પ્રભુ પ્રસન્ન ચિત્તથી, કરૂં સદાય સેવ-ટેક. કર્મ નિકંદન ત્રિશલા નદન, ભવભંજન ભગવાન; જ્ઞાનતાન તુજ ગાન ધ્યાનમાં, દે મતિ રહું ગુલતાન. વર્ધમાન. ૧ આત્મસ્વરૂપ ઓળખ થાઉં, જપતાં પ્રિય તુજ અપ; જીવ જીવન નય નિરૂપણ નેતા, ધર્મરાજ્યના આપ. વર્ધમાન. ૨ શાસ્ત્ર સિદ્ધાંત પ્રશાંત પ્રકાશ્રક, પાલક તું પરમેશ હું બાળક તું તારક, ઈછું તુજ શરણે હમેશ. વર્ધમાન. ૩ જય વિશ્વર! હે પરમેશ્વર ! જ્ય જય જગમય ભૂપ; અધમ ઉદ્ધારણ, શિવ સુખકારણ, જય સચ્ચિદાનંદ રૂ૫. વર્ધમાન. ૪ દયા ધમેને મર્મ પ્રસારક, દેવદયાળ જિનેશ; વિરમણ વરદાયક નાયક, સામ્ય સરળ પરમેશ. વર્ધમાન. ૫ જિન ધર્મ રહી તરતું વિરમવું, કયું ગભ ગણું એમ સંસ્કારમાં શુન્ય છતાં ગુજ, જપતો જ જપ શેમ. વર્ધમાન. ૬
પિપટલાલ કેવળચંદ શાહ.
पंडित श्री उत्तमविजयगणी.
સાધુ, સાધ્વીની ઉત્પત્તિનું સ્થાન વિક છે. શ્રાવક અને શ્રાવિકાક્ષેત્રના સ્થળ અને સંભાળ માટે શાસ્ત્રમાં બહુ વિધિ બતાવ્યાં છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જનબિંબ, જિનચૈત્ય, અને પુસ્તકનું જ્ઞાન, આ સાત ક્ષેત્ર જૈન શાસ્ત્રકારોએ ઉત્તમ બતાવ્યાં છે. આ સાતે ક્ષેત્રના રક્ષણ અને વિષ્ણુને આધાર શ્રાવક ઉપર છે. શ્રાવકમાં દ્રવ્ય બાવક અને ભાવ શ્રાવક, એવા બે ભેદ રાખેલા છે. જે શ્રાવક ફક્ત થાવક માબાપને પિટ જન્મી પિતાનું કર્તવ્ય સમજ્યા વિના જીવન ગાળે છે, તેઓ આ કોટીમાં આવી શકે છે, જેઓ શ્રાવકના ઉત્તમ આચાર અને વિચારનું જાણપણું કરી પિતાથી બનતા પ્રયાસે ઉત્તમ આચાર અને વિચારનું પાલન કરી પિતાની આત્મિક ઉન્નતિ કરવા બનતા પ્રયાસ કરે છે, તે ઉત્તમ શ્રાવકની ગણત્રીમાં ગણાય છે. જેમાં શાસ્ત્રમાં વર્ણન કરેલા ભાવશ્રાવકના સત્તર ગુણોનું પાલન કરે છે, તેઓ ભાવથવકની કેટીમાં આવે છે. ભાવશ્રાવક, ભાવસાધુપણાને પામવાની લાયકાત મેળવે છે. શ્રાવક ગૃહસ્થાવાસમાં રહી કેટલે સુધી, શાસ્ત્રઅભ્યાસ કરી શકે છે, ગૃહસ્થાવાસમાં શાસ્ત્રનું રહસ્ય જાણનાર સાધુ, પદ મેળવ્યા પછી કેટલી ઉત્તમ મતિયા એ સ્થાનને દિપાવે છે તેને માટે પંડિત શ્રી ઉત્તમવિજ્યનું ચારિત્ર બોધપ્રદ અને અનુકરણીય હોવાથી વાંચકવર્ગ આગળ રજુ કરીએ છીએ.