________________
બિનવ્યતા-(કસર. )
19૫
જાણતા નથી. તેઓ પૈસા પેદા કરવામાં ચતુર છે પણ વ્યય કરવામાં મૂર્ખ છે. લે ઇન્દ્રિયના ક્ષણિક સુખમાં ફસાઈ જાય છે. કરકસર કરવાની ટેવ ત્યારે જ પડે કે જયારે આપણું મગજમાં આપણું આધિન કુટુંબ અને સમાજની ઉન્નત્તિને ખ્યાલ હેય. આ ખાલથી અપવ્યય દૂર થાય છે અને અનાવશ્યક ચીજોની આવશ્યકતા દૂર થાય છે. કેટલાક મનુષ્યોને એવી ટેવ હોય છે કે જે કોઈ ચીજ સસ્તી મળે તો તેની આવશ્યકતા ન હોય પણ તે ખરીદ કર્સ છે. આથી તેઓ અપવ્યયી થઈ જાય છે, કૅરેશ વાલા (Horace Napole) એક વખત કહ્યું હતું કે હવે હું ઈ પણ ચીજ નહિ ખરીદુ કારણ કે મારા ઘરમાં એક ઈંચ પણ જગા નથી અને પાસે એક પાઈ પણ નથી.
દરેક ને એ યુવાવસ્થામાં કરકસરના અભ્યાસથી એટલી રકમ બચાવવી જોઈએ કે વૃદ્ધાવસ્થામાં શાન્તિથી જીવન વ્યતિત કરી શકાય. જે માણસે પોતાની જીંદગીને મોટે ભાગ મોજમજામાં ગાળ્યો, અને અંત દશામાં અસથી ભૂખે મરે, અને બીજ આગળ હસ્ત પસાર તે મનુષ્યની દશા કેટલી શોચનીય ગણાય? સેમ્યુઅલ હેનસન ( Samuel johnosn ) દરિદ્રતાથી એક વખત બરાબર પરિચીત થયે. તેની તેનું નામ જહોનસનને બદલે ડીનરસ ( Dinnerless) લખે એવી સ્થિતિ આવી ગઈ. તે ગલીઓમાં ભીખ ભાગી ખાતે. તેને રાત્રીના વખતમાં પડી રહેવાને જગા પણ મળતી નહોતી. તે અવસ્થા તે આખી ઉમર ભર ન ભૂલ્ય. તે તેના દરેક મીત્રને કહે કે ઋદ્ધિ અને વૃદ્ધિને માર્ગ રાસર છે, તે કરકસરને “દૂરદર્શિતાની પુત્રી, સંયમની ભગિની અને સ્વતંત્રતાની માતા ગણતા હતા.” તે કહેતા કે નિર્ધનતાથી પોપકારનાં દ્વાર બંધ થઈ જાય છે. નિર્ધનતા એ મનુષ્યને કહે રાત્રુ છે, તે સ્વતંત્રતાને વાત કરે છે. મિત વ્યયથી સ્વાર્થ ત્યાગને પ્રાદુર્ભાવ થાય છે. સંયમની વૃદ્ધિ થાય છે. દૂરદર્શિતા તેને મૂળ મંત્ર છે. તે વિષયવાસનાનું દમન કરે છે, સુખ અને શાન્તિઃ અ છે. ભય, ચિના, કે આકુલતા જેની અંદર આપણે ફસાઈ પડયા છીએ તેને દૂર કરે છે.
જે આપણે આ પ્રમાણે કરવા ધારીએ તે કરી શકીએ. કેટલાક કહે છે કે મારાથી આમ નથી બની શકતું પણ તે તેમની ભૂલ છે. તેમનું બુરું જેટલું “નથી બની શકતું' એ શબ્દથી થાય છે એટલું કેઈથી થતું નથી. ઘણા મનુ પાન રોપારીમાં દરરોજના લગભગ બે આના ખર્ચ કરે છે, અને આવા બીજા અનેક ખર્ચ કરે છે. તેઓ એમ ધારે છે કે બે આનામાં શું ? પણ જે વિચાર કરે છે તે આ ૨૦ વર્ષમાં ફૂલ ૧૦૦૦ , બરબાદ કરી નાખે છે. આવું નકામું ખર્ચ ન કરતાં જે તેટલા પૈસા બચાવે તે સ્વપરનું કેટલું શ્રેય કરી શકે ? દરેક મનુએ ફક્ત પિતાની ભલાઈને ખ્યાલ કરી બેસી રહેવું ન જોઈએ, પણ બીજાઓને સાથે વિચાર કરે . સદા ઉચ્ચ બનવા પ્રયત્ન કરે. કદી પિતાને નીચ ધારી નીચ બનવા પ્રયત્ન ન કરે. સમાજના સુધારાને આધારે વ્યક્તિગત મનુષ્યના ઉપર છે. વ્યક્તિની એકત્રતાથી સમાજ બને છે. હવે જે દરેક વ્યકિત પોતે સ્વાવલંબી થઇ પિતાનું શ્રેય કરે તે ખુલ્લું જ છે કે સમાજની પણ ઉન્નત્તિ થાય. સમાજની
ત્તિ એ વ્યકિતગત ઉન્નતિનું પરિણામ છે. જે લોકે પિતાનું કર્તવ્ય પાલન કરે છે તે બીજાને પણ પિતાના જેવો કરી શકે છે.
- દરેક મનુષ્ય જીવનની અસારતા જાણે છે. જીવન ક્ષણભંગુર છે. બળવાન અને નિરોગી પણ કંઈ પણે રોગના કારણથી કાળના ગ્રાસ બને છે. જીવન આંકી શકાય તેમ નથી.